ગાંધીધામ પાસે કાસેઝમાં આવેલી કંપણીએ બહાર રાખેલા વેસ્ટ મટીરીયલમાં ભયાનક આગ ફાટી નિકળી હતી. ચાર અગ્નીશમન દળોએ અઢી કલાકની જહેમતથી તેને અંકુશમાં લાવી હતી.
કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં આવેલી ઓમ સિદ્ધી વિનાયક કંપનીની બહાર રહેલા કચરામાં સોમવારના વેહેલી પરોઢે આગ ફાટી નિકળી હતી. આગ પ્રમાણમાં મોટી લાગતી હોવાથી તમામ અગ્નીશમન દળોને આ અંગે જાણ કરાઈ હતી, જેમણે ગણતરીની મીનીટોમાં પહોંચી આવીને અઢી કલાક સુધી પાણીનો છંટકાવ કર્યા બાદ આગ પર સંપુર્ણ કાબુ લાવી શકાયો હતો. આગ લાગવાનું કારણ શું હતુ અને તે માટે કોણ જવાબદાર છે, તેની તપાસ માટે પ્રશાસન દ્વારા કાર્યવાહિ શરુ કરવામાં આવી હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.
