રાપરમાંથી 81 હજારના ચોરાઉ કેબલ સાથે બે જબ્બે - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, January 14, 2020

રાપરમાંથી 81 હજારના ચોરાઉ કેબલ સાથે બે જબ્બે


ભચાઉ તાલુકાના વાંઢિયા અને માણબા ગામની સીમમાં આવેલી પવનચક્કીની સાઇટ ઉપરથી થયેલી કેબલ ચોરીના બે આરોપીઓને રાપર તાલુકામાંથી રૂ.81,290 ની કિંમતના 110 મીટર ચોરાઉ કેબલ સાથે પકડી લઇ પૂર્વ કચ્છ એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. 

આ બાબતે એલસીબી પીઆઇ ડી.વી.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલસીબીની ટીમ વાગડ વિસ્તારમા઼ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે રાપરના કડિયાનગરની ચકાસરી વાંઢમાંથી મુકેશ દેવાભાઇ કોલીને પકડી પુછ પરછ કરતાં ત્રંબૌ ત્રણ રસ્તા પાસેથી કાસમ હુસેન કુંભારને પણ પકડી લીધો હતો. બન્ને પાસેથી રૂ.81,290 ની કિંમતનો 110 મીટર ચોરાઉ કેબલ રીકવર કરાયો છે. પકડાયેલા બન્નેની પુછ પરછમાં તેમણે આડેસર અને સામખિયાળી પોલીસ મથકે નોંધાયેલા વધુ બે ગુનાની કબુલાત પણ કરી લેતાં તેનો ભેદ પણ ઉકેલાયો છે. બન્ને આરોપીની સઘન પુછ પરછ કરાશે, આ કામગીરીમા઼ પુર્વ કચ્છ એલસીબીના પીઆઇ સાથે પીએસઆઇ એમ.એસ.રાણા અને ટીમ જોડાઇ હતી.