સી બી ઝેડ લાલ કલરની બાઇક પર આવેલ હત્યારા બાઇક ઉપર નંબર પેલેટ વગરની હતી વાપી ચણોદ વિસ્તાર મેં ચાર દિવસ પહેલા ૧૦ કરોડ ની લૂંટ અને આજે મહિલા ઉપર ફાયરીગ થતા પોલીસ ઉપર સવાલ નિશાન. વલસાડ જિલ્લા પોલીસ એસ પી ઘટના સ્થળે વલસાડ વાપીના ચણોદ કોલોની સ્થિત મહાકાલી મંદિર પાસે આરસીએલ કોલોનીમાં રહેતા રેખાબેન મહેતાના પતિ થોડા વર્ષ અગાઉ મોતને ભેંટ્યા હતા. પિતાના મોત બાદ પુત્ર બિપિન તેમની પત્ની અને પરિવાર સાથે અલગ રહેવા માટે ચાલી ગયો હતો. મહારાષ્ટ્રના નાગપુર જીલ્લા વરધા ફુલગામમાં રહેતી મહિલા મિત્ર દુર્ગાબેન ખડકે 10 દિવસ અગાઉ જ વાપી ખાતે રેખાબેનને ત્યાં રહેવા માટે આવ્યા હતા. શનિવારે રાત્રે પોણા આઠ વાગ્યાના સુમારે ઘરના હોલમાં બેસીને ટીવી સીરિયલ જોઇ રહ્યા હતા ત્યારે એક ઇસમે ઘરના ઓટલે આવી અંધાધુંધ ફાયરિંગ શરૂ કરતા બંનેને માથા તેમજ શરીરના ભાગે ગોળી વાગતા સ્થળ ઉપર મોત થયું હતું. ફાયરિંગ કરી 5 જ મિનિટમાં ઇસમ બહાર લાલ કલરની નંબર વગરની બાઇક લઇને ઉભેલા ઇસમ સાથે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બનાવ બનતા જ સ્થાનિકોની ભીડ સ્થળ ઉપર જમા થઇ હતી. જે અંગે પોલીસને જાણ કરતા એસપી સહિત જીલ્લાભરની પોલીસ ૧૫ મિનિટમાં સ્થળ ઉપર દોડી આવી હત્યા પાછળનું કારણ તેમજ આરોપીની શોધખોળમાં લાગી ગઇ હતી.
Monday, January 13, 2020
New
વલસાડ જિલ્લાના વાપીની ઘટના ચણોદ કોલોની માં મહિલા ઉપર અંધાધૂંન ફાયરીગ માં બે મહિલા ના મોત
ગુજરાત
