નવા આરટીઓ તરીકે સી. ડી. પટેલ આવ્યા ત્યારથી જ પોતાનીા કડક વલણ અને કામગીરીથી ચર્ચામાં રહી ચુકયા છે. ફિલ્મી ઢબે કચેરીનું એક સામાન્ય અરજદાર તરીકે સર્વે કર્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો. ગુરુવારે સવારે કચેરીમાં અને લાઇસન્સના ટેસ્ટ ટ્રેક પર રાઉન્ડ લગાવવા નીકળ્યા હતા અને સમસ્યા તેમજ ખુટતી સુવિધા પૂર્ણ કરવા આદેશ કર્યા હતા. તો નેટની સમસ્યા નિવારવા માટે બેથી ત્રણ ડોંગલ વસાવાય તેવી સંભાવના છે.
સવારે કચેરીમાં રાઉન્ડ લગાવ્યા બાદ તેઓ ટેસ્ટ ટ્રેક પર પહોંચ્યા હતા. ટ્રેક પર તુટેલા અને બંધ સેન્સર તેમજ કેમેરા વિશે માહિતી મેળવી કુલ સમસ્યાઓનો ચિતાર મેળવી પોતાની કક્ષાએ થઇ રહેલી સમસ્યાના નિવારણ માટે આદેશ આપી દીધા હતા.
તો કમીશ્નર કક્ષાએથી થતી કામગીરીમાં જે પુર્તતા કરવાની હોય તે અંગે લેખિતમાં જાણ કરવા કહી સાંજ સુધી રિપોર્ટ કરવા કહ્યું હતું. સી. ડી. પટેલ રાઉન્ડ લગાવવા નીકળ્યા ત્યારે કચેરી અને ટેસ્ટ ટ્રેક અંગે પીઆરઓ મહેશ અનમ સાથે રહી માહિતગાર કર્યા હતા. ઇન્સ્પેકટર જી. વી. પરમાર દ્વારા ટેસ્ટ પરની ખામીઓ અને બંધ તેમજ તેટી ગયેલા સેન્સર અંગેનો રિપોર્ટ સી.ડી. પટેલને કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
