ગુજરાત પોલીસ દળના લોકરક્ષક, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના યુનિફોર્મમાં ફેરફાર કરાયા છે. પોલીસ કર્મચારીઓના યુનિફોર્મમાં સોલ્ડર એમ્બલેમમાં જિલ્લા મુજબ શોર્ટફોમમાં લખેલું હોય છે પણ હવે કચ્છના લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ અને હેડકોન્સ્ટેબલના સોલ્ડર એમ્બલેમમાં KTCને બદલે GP જોવા મળશે. તો નેમપ્લેટમાં નામ અને પોસ્ટની સાથે જિલ્લાનું નામ લખવાનું રહેશે.
ગુજરાત પોલીસ બેઝ અંગે એકસુત્રતા જળવાય અને અન્ય રાજયોમાં સુનિશ્ચિત ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે ગુજરાત પોલીસના જિલ્લા વાઇઝ અલગ-અલગ બેઝની જગ્યાએ રાજયના તમામ પોલીસ માટે એક સમાન બેઝ લગાવવા અને ગણવેશમાં સુધારો કરી સોલ્ડર એમ્બલમ લગાવવાની મંજુરી મેળવવા દખાસ્ત કરાતા કચ્છના પોલીસ કર્મચારીઓના સોલ્ડર એમ્બલમ પર KTCને બદલે GP લગાવવાનું રહેશે. તો જિલ્લાનું નામ તેમની નેમપ્લેટમાં લખવાનું રહેશે. હવેથી કચ્છના કર્મચારીઓમાં કેટીસીને બદલે જીપી જોવા મળશે.
