નખત્રાણા તાલુકાના ટોડીયા ગામથી ખોંભડી રોડ પર વેગનર કારમાં આગ લાગી હતી. કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો. આગના પગલે રોડ પર દોડદામ થવાની સાથે લોકોએભેગા થઇ પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે ત્યાં સુધી આગના કારણે કાર સ્વાહા થઇ ગઇ હતી. તાલુકાના ટોડીયા ખોંભડી વચ્ચે કારમાં આગ લાગતા રોડ પર અફરા-તફરી સર્જાઇ હતી. વેગેન આરમાં લાગ લાગતા કારમાં રહેલા રૂા. 50 હજાર રોકડા તેમજ એક સ્માર્ટ ફોન પણ સ્વાહા થઇ ગયો હતો. રવાપર ગામના ડાડા આમદ લંગા ભુજથી ગુરૂવારે જ જુનામાં આ કાર ખરીદીને રવાપર જઇ રહ્યા હતાં. ત્યારે આ બનાવ બન્યો હતો.
Friday, January 3, 2020
New
કાઇમ
