મુન્દ્રામાં વિદ્યાર્થીઓના બે જૂથ બાખડતાં બે ઘાયલ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, January 3, 2020

મુન્દ્રામાં વિદ્યાર્થીઓના બે જૂથ બાખડતાં બે ઘાયલ


આરડી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા સગીર વયના બે જૂથની શાળા પરીસર બહાર થયેલી સામાન્ય બોલાચાલી જૂથ અથડામણમાં પરીણમી હતી. બન્ને પક્ષે એક એક સગીર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ થતાં હોસ્પિટલ બહાર બન્ને પક્ષે ટોળાં જમા થઇ ગયા હતા. સવારે રીસેસ દરમ્યાન બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ શાળા છૂટ્યે બપોર દરમ્યાન એસટી કમ્પાઉન્ડમાં  વિદ્યાર્થીઓનું ટોળું જમા થઇ ગયું હતું. ઝંંડા ચોક મધ્યે સામસામે લાકડી જેવા હથિયાર વડે મારામારી થતાં તુષાર પ્રેમજી મોથારિયા(ઉ.વ.18)ને માથામાં ઇજા અને સુધીરસિંહ શુરૂભા ભાટ્ટી (ઉ.વ.18)ને હાથ અને માથાના ભાગે ઇજા સમેત આરોગ્ય કેન્દ્રમાં ખસેડાતાં હોસ્પિટલ બહાર લોકોનું ટોળું જમા થઇ ગયું હતું .બનાવને પગલે હોસ્પિટલના તબીબ મંથન ફ્ફ્લે મુન્દ્રા પોલીસ મથક મધ્યે એમએલસી દાખલ કરાવતાં હરકતમાં આવેલી પોલીસે પરીસ્થીતી થાળે પાડી હતી.