અબડાસા તાલુકાના સણોસરા ગામની પરિણીતાનું બે યુવકો અપહરણ કરીને દુષ્કર્મ ગુજારી ઝુરા ગામે ફેંકી દીધી હોવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવ સંદર્ભે ભોગ બનનાર પીડીતાના પતિએ જનરલ હોસ્પિ.ની પોલીસ ચોકીમાં જણાવ્યું હતું કે, બનાવ ગત 30મી ડીસેમ્બરના સાડા દસ વાગ્યાના અરસામાં ઝુરા ગામે બન્યો હતો. તેઑની પત્નિ અચાનક ગુમ થઇ ગઇ હતી. અને બીજે દિવસે 31 ડીસેમ્બરના સાડા અગ્યાર વાગ્યે ઝુરા ગામના બસ સ્ટેશન પર અર્ધભાન અવસ્થામાં પાસેથી મળી આવી હતી. જ્યારે ભોગબનાર મહિલાને તેના પતિઅે પુછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ઝુરા ગામનો ઈકબાલ નામનો યુવક બે દિવસ અગાઉ પ્રસાદી જેવું કઇક પદાર્થ ખવડાવી ધાક ધમકી કરીને એક્ટિવા પર બેસાડી ઝુરા ગામે લઈ આવ્યો હતો. જ્યાં સુલતાન અને ઇકબાલ તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. અને જો આ બાબતની કોઇને જાણ કરીશ તો, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે જાણ થતાં મહિલાનો પતિ ગુરૂવારે સારવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. ભુજ એ ડિવિઝન પોલીસે પ્રાથમિક નોંધ લઇ મહિલાનું નિવેદન લેતાં મહિલાએ ઇકબાલ એકટીવા પર લઇ ગયો હોવાનું અને તેણે એકલાએ જ દુષ્કર્મ કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
Friday, January 3, 2020
New
કાઇમ
