મહિલાનું ફેક ID બનાવી અમદાવાદના યુવકને બ્લેકમેલ કરતો ગોધરાનો યુવક ઝડપાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 4, 2020

મહિલાનું ફેક ID બનાવી અમદાવાદના યુવકને બ્લેકમેલ કરતો ગોધરાનો યુવક ઝડપાયો

ફેસબુક ચલાવતા યુવક પર શ્રૈયા પટેલ નામની મહિલાની ફેન્ડ રીકવેસ્ટ આવતાં તેને સ્વીકારી હતી. ફેસબુક આઇડી શ્રૈયા પટેલ સાથે યુવક રે્ગયુલર ચેટીંગ કરતાં હોવાથી મિત્રતા થઇ ગઇ હતી. શ્રૈયા પટેલે યુવકને વાતો માં ભોળવીને પ્રેમભરી વાતો કરતાં યુવકનો વિશ્વાસ કેળવી લીધો હતો. ફેસબુકઆઇડી શ્રૈયા પટેલે યુવક પાસેથી કેટલાક ન્યુ઼ડ અને વાંધાજનક ફોટાની માંગણી કરતાં પ્રેમમાં પાગલ યુવકે પોતાના વાંધાજનક ફોટા મોકલી આપ્યા હતા. ત્યાર બાદ યુવકના ફેન્ડ લીસ્ટમાં રહેલા તેની માતા અને. બહેનને ન્યુડ ફોટા મોકલી આપવાની ધમકી આપી પૈસાની માંગણી ફેસબુક આઇડી શ્રૈયા પટેલે કરી હતી.
પોતાની બદનામીથી બચવા યુવકે ફેસબુક આઇડી શ્રૈયા પટેલને માંગણી મુજબ પૈસા આપતો હતો. માંગણી વધતાં યુવકે ફેસબુક પર રીપોર્ટ કરીને શ્રૈયા પટેલનું આઇડી બંધ કરાવ્યું હતું.
ત્યાર બાદ અન્ય મહિલાઓના આઇડીથી યુવક પાસે નાણાની માંગણી કરીને બ્લેક મેઇલ કરતાં યુવકે આજ સુધી બેંક એકાઉન્ટ, વોલેટ, ગુગલ પ્લે વાઉચ, ગેમ્સની ચીપ્સ પેટે આશરે 46010 રુ આપ્યા હતા. આખરે કંટાળીને યુવકે સાયબર ક્રાઇમ અમદાવાદના પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જરુરી ટેકનીકલી પુરાવા મેળવીને તપાસ કરતાં આ મહિલાઓના નામના ફેક ફેસબુક આઇડી ગોધરાના સેસન્સ કોર્ટ સામે આવેલ મન્સુરી સોસાયટીમાં રહેતો મોહમદ રમીઝ શબ્બીર હુસેન મનસુરીનું હોવાનુ઼ જાણવા મળ્યું હતું. જે આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ગોધરા ખાતેથી ગુરુવારની મોડી સાંજે મોહંમદ રમીઝ મન્સુરીને પકડીને અમદાવાદ લઇ ગયા હતા. અમદાવાદ પોલીસે મોહંમદ રમીઝે અત્યાર સુધી યુવક ફરીયાદી પાસેથી કેટલા પૈસા મેળવ્યા છે. અને અન્યો ને બ્લેકમેઇલ કરતો હતો કે નહિ તેની પણ તપાસ હાથ ધરી હતી.