ભાભી સાથે ઝઘડામાં દિયરે ભત્રીજાનો જીવ લઇ લીધો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 4, 2020

ભાભી સાથે ઝઘડામાં દિયરે ભત્રીજાનો જીવ લઇ લીધો

હાલોલ જીઆડીસીમાં ભાઈ ભાભી સાથે રેહતા દિયરે ભાભી સાથેની રિસમાં દિયરે મોટાભાઈના સાડા ત્રણ વર્ષના પુત્રને પાણીની ટાંકીમાં નાખી હત્યા કરી નાખતા ખુદ ભાઈએ ભાઈ વિરુદ્ધ પુત્રની હત્યનો ગુનો હાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો છે. વડોદરાના ડેસર તાલુકાના વાંકાનેડ ગામના અને આઠ વર્ષથી હાલોલ જી.આઈ.ડી.સી.આવેલ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં મજૂરી કરી પોતાના પરિવાર નું ભરણ પોષણ કરતા દિનેશભાઇ શનાભાઈ સોલંકી તેની પત્ની અને બે બાળકો અને તેના નાનાભાઈ સાથે રહે છે.
જેમાં દિનેશભાઇનો સાડા ત્રણ વર્ષનો મોટો પુત્ર કુલદીપ તા . 31 ડિસેમ્બરના રોજ કંપનીમાં આવેલ પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે હાલોલ પોલીસ મથકે જાણવાજોગ અપાઈ હતી. ઘટના બાદ દિનેશનો ભાઈ દશરથ શનાભાઈ સોલંકી સગા ભત્રીજાની અંતિમ ક્રિયા તેમજ કંપનીમાં નોકરી પર નહીં આવતા દિનેશભાઇને મનમાં શંકા કુશંકા ઉભી થતા કંપનીના માલિકને જાણ કરી હતી. કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા સગોભાઇ દશરથ સોલંકી કુલદીપને બાથમાં ઉંચકી શેડ ની અંદર લઇને આવે છે અને પાણીની ટાંકી તરફ જાય છે. જ્યારે બીજા કેમેરામાં આરોપી દશરથ થોડીવાર પછી એકલો પાછો આવતો દેખાય છે. ત્યારે સાથે કુલદીપ હોતો નથી.
આ બાબતની જાણ દિનેશ સોલંકી તેની પત્ની મયુરીને કરતા કહ્યું હતું કે તા.31.ડિસેમ્બરના રોજ દશરથ રૂમની બહાર મોબાઇલ ઉપર જોરથી ગીતો વગાડતો હતો. ત્યારે મેં તેને કહ્યું હતું કે ગાયન મોટા અવાજે ના વગાડીશ છોકરાઓ સુઈ ગયા છે. તો આરોપી દિયર દશરથે ઝઘડો કરેલ અને કહ્યું હતું કે તને છોકરાઓ ઉપર બહુ વહાલ છે. મારા કપડાં ધોતી નથી. મને ખાવાનું બરાબર આપતી નથી. મને અને મારા ભાઈને લડાવ્યા કરે છે. તું છોકરાને સાચવી રાખજે નહીં તો પતાવી દઈશ. એવું કહી ઝઘડો કરી ગંદી ગાળો આપતો હતો. આવી બાબત પત્નીએ જણાવી હતી. આ કારણોસર દશરથ સોલંકીએ કુલદીપને પાણીની ટાંકીમાં નાખી પાણીમાં ડુબાડી મોત નિપજાવેલ હોઈ દિનેશ સોલંકીએ સાગા ભાઈ દશરથ સામે ફરિયાદ હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી હત્યારા દશરથની ધરપકડ કરી વધુ પુછપરછ માટે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યા કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.
આરોપીને ગાંધીનગર ફોરેન્સિક લેબમાં લઇ જઇ ફોરેન્સિક ફોટોગ્રાફી કરાશે
હાલોલ જીઆઇડીસી ની ખાનગી કંપની ની ટાંકી માંથી સાડાત્રણ વર્ષ ના કુલદીપ નો મૃતદેહ મળી આવાની ઘટના માં મૃત બાળક ના સગા કાકા એજ તેની હત્યા કરી હોય આરોપી દશરથ સોલંકી ને કોર્ટ માં રજૂ કરી પાંચ દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે આરોપી ને ગાંધીનગર ફોરેન્સીક લેબ માં લઇ જઇ ફોરેન્સીક ફોટોગ્રાફી કરાશે અને બીજા કોઈ ગુન્હા કર્યા છે કે નહીં તેની તપાસ કરાશે. - જે.એન ગઢવી, PSI હાલોલ