માંડવી શહેરની પીઠાવાડી શેરીમાં હોલસેલના કરિયાણાની દુકાનમાં દરવાજાનો નકૂચો તોડી દુકાનમાં પ્રવેશ કરી સીસીટીવી કેમેરા બંધ કરી તસ્કર પોતાની કરામત કરી ગયો હોવાનો બનાવ પામતા ચકચાર મચી જવા પામી છે. જો કે, બનાવ પોલીસ દફતરે ચડ્યો નથી. સ્વામિનારાયણ (મસાલા) સુપર માર્કેટ ધરાવતા વેપારીની દુકાનમાં શુક્રવારની રાત્રિના ભાગે અજાણ્યો એક શખ્સ દુકાનનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યા હતો. અને એ તાસીર દિમાગ ધરાવતો તસ્કર સીસીટીવી કેમેરા પ્રથમ બંધ કરી રાત્રીના ભાગે કળા કરી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ કરિયાણાના અગ્રણી વેપારી પટેલભાઈ સામાન્ય પરચુરણ રોકડની ચોરી થવાથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જ્યારે રાત્રીના ભાગે પોલીસનું પેટ્રોલિંગ સઘન બનાવવા વેપારી વર્ગમાં માંગ ઉઠવા પામી છે.
Sunday, January 5, 2020
New
કાઇમ
