ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સ્વાસ્થ્ય ઉપચાર માટે તબીબ કરતાય નર્સની ભૂમિકા વધુ સવેદનશીલ હોવાથી તેને વધુ સક્રિય કરી દર્દીઓ પરત્વે આત્મીય બનાવાઇ છે.
નવતર પ્રયોગના ભાગરૂપે નર્સિંગ ઇન્ચાર્જ અને નર્સિંગ સુપ્રિ. દાખલ થયેલા દર્દીઓનું મનોબળ વધારવા દરેક બોર્ડમાં ફરી સારવાર અંગે પૃછા કરવાની સાથે મુશ્કેલી દુર કરવા સહાયભૂત બને છે. અદાણી સંચાલિત હોસ્પિટલમાં દાખલ દર્દીઓને નર્સ તેમને થયેલા રોગ અંગે પ્રાથમિક માહિતી આપી સારવાર સબંધે માહિતગાર કરે છે તેમજ લેબચેક, રેડિયોલોજી તપાસ, ફાર્મસી સ્ટોર જેવી વિવિધ જગ્યાઓ અંગે માર્ગદર્શન અાપવામાં આવે છે.
