શહેર A અને B ડિવિઝન પોલીસમાં ‘પ્રતિભાવ’ પ્રોજેક્ટના મશીન મુકાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Sunday, January 5, 2020

શહેર A અને B ડિવિઝન પોલીસમાં ‘પ્રતિભાવ’ પ્રોજેક્ટના મશીન મુકાયા


પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ મથકોમાં ફરિયાદ કે, રજૂઆત કરવા આવનારા લોકો સાથે પોલીસની ગેરવર્તુણક સારી રહે અને શિષ્ટાચારથી વ્યવહાર કરે તેવા હેતુસર પશ્ચિમ કચ્છ પોલીસ દ્રારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ભુજ શહેરના એ-બી પોલીસ સ્ટેશનોમાં એક મશીન રાખવામાં આવ્યું છે. જેના મારફતે પોલીસ મથકમાં આવનાર અરજદાર પોતાનું મંતવ્ય સીધેસીધું પોલીસ વડાને આપી શકશે. આ પ્રોજેક્ટને શનિવારે સાંજે બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાએ ખુલ્લો મુક્યો હતો. ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનોમાં ‘પ્રતિભાવ’ નામના પ્રોજેક્ટ હેઠળ ફિડબૅક મશીન ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જે બન્ને પોલીસ મથકમાં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન સંચાલિત ટેબ્લેટના ખાસ કીઓસ્ક મુકવામાં આવ્યા છે. જેના દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કે અરજી લઇને આવનાર લોકો સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો વાણી-વ્યવહાર કેવો લાગ્યો તે નણાવા કિઓસ્કમાં ઉત્તમ, સારો અને નબળો એમ ત્રણ પ્રકારે પ્રતિભાવ આપી શકશે. તેમનો અભિપ્રાય જણાવી શકશે. લોકોએ આપેલી માહિતી સર્વેલન્સ સિસ્ટમમાં અપડેટ થઈ સબમીટ થઈ જશે. આ માહિતી અત્યંત ગુપ્ત રહેશે જેનું સંચાલન એસપી ઑફિસમાં રાખેલી સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. અરજદારો અને ફરિયાદીઓ સાથે પોલીસની વર્તણૂક સારી રહે તેમજ લોકોના પ્રતિભાવના આધારે સંબંધિત પોલીસ મથકના કર્મચારી અધિકારીઓનું વર્તુણકનું મૂલ્યાંકન થઇ શકે તે હેતુથી આ પ્રોજેક્ટ અમલી બનાવાયો છે. જે ગુજરાત રાજ્યમાં પોલીસ સ્ટેશન કક્ષાઅે એક પ્રકારનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જો તે સફળ રહેશે તો જિલ્લાના તમામ પોલીસ મથક અને બ્રાન્ચમાં તેનો અમલ કરવામાં આવશે. પ્રતિભાવના આધારે કાર્યપધ્ધતિમાં સુધારો લાવવા, પોલીસ મથકોમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવા મદદરૂપ થશે.