કચ્છમાં મુંબઈના વર્ધમાન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ પરેલ સંસ્થાએ ફૂટપાથ અને માર્ગો ઉપર રાતવાસો કરતા ભિક્ષુકો અને બેઘર લોકોને ઠંડી સામે રક્ષણ આપવાના હેતુથી ગરમ ધાબડાનું વિતરણ કર્યું હતું. એ ઉપરાંત તંબૂ તાળી પરિવાર સાથે રહેતા શ્રમજીવી પરિવારોને પણ ગરમ ધાબડા આપ્યા હતા. સંસ્થાઅએપ્રારંભમાં માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર તીર્થ સ્થળોએ વિતરણ કર્યા બાદ કોટેશ્વરથી ભુજસુધીના માર્ગો ઉપર ઠંડીથી ધ્રૂજતા લોકોને ગરમ ધાબડા અપાયા હતા. ત્યારબાદ માંડવી, અબડાસા, મુન્દ્રા વિસ્તારોમાં પણ વિતરણ કરાયું હતું. જે પ્રસંગે માનવ જ્યોતના પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રાજુ જોગી અને સર્વે કાર્યકરોએવ્યવસ્થા સંભાળી હતી.
Sunday, January 5, 2020
New
