નખત્રાણાના સરપંચ પદ માટે 10 મહિલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Sunday, January 5, 2020

નખત્રાણાના સરપંચ પદ માટે 10 મહિલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા


ગુજરાતની સૌથી મોટી નખત્રાણા ગ્રામ પંચાયતના સરપચ પદ માટે ફોર્મ ભરવાના અંતિમ દિને 10 મહિલાએ દાવેદારી નોંધાવી હતી. એક જ દિવસે મોટી સંખ્યામાં ફોર્મ ભરાતાં ચૂંટણી રસપ્રદ થાય તેવા એધાણ મળ્યા હતા. જીલા પચાયતના પૂર્વ સદસ્ય વિશનજીભાઈના પત્ની લીલાબેન પાચણી,પૂર્વ સરપંચ ડાયાલાલ સેંઘાણીના પત્ની દમયંતીબેન, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ચંદ્રિકાબેન જેન્તીલાલ પોકાર, કલ્પનાબેન નવીન સોની, દક્ષાબેન મહેશ સોની, વર્તમાન ગ્રામપંચાયતના સદસ્ય બ્રિજેશભાઈના પત્ની મીનાબેન ઠક્કર, નવાનગરના કાજલબેન લક્ષમણ વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના પુત્રી દિશાબેન, તેમજ મગુ બેન સુમાર બુચિયાએ અંતિમ દિવસે ફોર્મ ભરતાં આ વખતે ચૂંટણી રસપ્રદ રહેવાની સંભાવના જોવાઇ રહી છે. મણિનગર 4 વોર્ડના ચન્દ્રાબા જગદિશસિંહ ઝાલા બિનહરીફ થયા હતા કુલ 5 પાટીદાર, 2 સોની, 2 દલિત તેમજ 1 લોહણા સમાજમાંથી ફોર્મ ભરવામા આવ્યા હતા. સોમવારે 6તારીખના ચકાસણી બાદ 7 તરીખે કોણ કોણ મેદાનમા ઉભું રહેશે એ ચિત્ર સ્પષ્ટ થશે.