માંડવીના દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટયો, વેપારમાં તેજી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Sunday, January 5, 2020

માંડવીના દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટયો, વેપારમાં તેજી


બજારોની તાસીરના બદલાવ વચ્ચે પછોતરી સારો વરસાદ અને જામેલી શિયાળાની ઠંડી વચ્ચે રણોત્સવ દરમિયાન સફેદરણ નિહાળવા આવતા પ્રવાસીઓ જિલ્લાના વિકસતા પર્યટન સૃથળોની મુલાકાત લેતા હોય છે. ત્યારે બંદરીય શહેર માંડવીના સૃથળો પર પણ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. તો માંડવીનો ખાનગી બીચ અને દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટતા તાલુકા માથકે નાના-મોટા વેપારીઓના વેપારમાં પણ તેજી આવી હોવાનું ધંધાર્થીઓ જણાવે છે તો ગેસ્ટહાઉસો, અતિિથગૃહો, છાત્રાલય સુધૃધા માંગ સામે સગવડો અપુરતી હોવાની પ્રવાસીઓ જણાવી રહ્યા છે. નાતાલનું વેકેશન અને શનિ-રવિની રજાઓ દરમિયાન જાહેરમાર્ગો, ગામતળના રસ્તાઓ અને કાંઠા વિસ્તારાથી વિન્ડફાર્મ રસ્તાને જોડતો એપ્રોચ માર્ગ ઉપર એક સમયે ટ્રાફીક જામ થઈ જતાં રસ્તો ખુલે એ માટે રીતસરના જાણે વાહનચાલકોને રાહ જોવી પડતી હોવાનું પર્યટકોએ જણાવ્યું હતું. જ્યારે બીચ ઉપર નાના ધંધાર્થીઓ સાથે ઉંટ અને ઘોડે સવારી સાથે રાઈડ્સની સહેલાણીઓ આનંદ ઉઠાવે છે. દરિયાકિનારે વાહન પાર્કિંગની સમસ્યા અનુભવાઈ હતી તો કેટલાક લાલચુઓ દ્વારા પાર્કિંગ ચાર્જ માટે કિાથત દાદાગીરી કરાતી હોવાની પણ વાતો વહેતી થઈ છે. જ્યારે રૃકમાવતી નદી કિનારેાથી નવા નાકા લઈને સ્વામિનારાયણ મંદિર વાળો નલિયા રોડ ટ્રાફિક નિયમનના ભંગના હિસાબે માથાના દુઃખાવા સમાજ સાબિત થયો હોવાનું આ વિસ્તારના ધંધાર્થીઓ જણાવી રહ્યા છે. તો નગરના આંતરિક માર્ગોથી વિન્ડફાર્મ જતા તમામ રોડ ઉપર ટ્રાફીક જામ ઉપરાંત વાહનોના સતત હોર્નના અવાજના કારણે દીવસના અમુક સમયમાં શાંત રહેતા આ બંદરીય નગરમાં વાહનોની ધમાધમાટ દેખાય છે. તો માંડવી બીચ ઉપર યાદગાર ક્ષણો કેમેરામાં કંડારવા સેલ્ફી ઉપરાંત ફોટોગ્રાફીનો ધંધો પણ ફુલ્યો ફાલ્યો છે.  આ વરસે સારા વરસાદના પગલે શિયાળાની ઠડી પણ જામી છે ત્યારે રણોત્સવના સમયગાળો વાધારતા પ્રવાસીઓ પણ નોંધપાત્ર વાધારો નોંધાયો છે. ત્યારે બંદરીય શહેરમાં ધંધાર્થીઓ પણ ગેલમાં આવી ગયા છે. મુખ્ય તો બાંધણી બજાર કે જ્યાં અવનવી આઈટમો બાંધણીમાં ઉપલબૃધ છે. આ ધંધામાં તેજી આવી હોવાનું વેપારીઓ જણાવે છે. તો જગવિખ્યાત માંડવીને ડબલરોટી અને કડકનો સ્વાદ પણ લોકો હોંશે-હોંશે માણી રહ્યા છે.