છેલ્લા થોડા સમયાથી યેનકેન પ્રકારે સમયાંતરે દુાધના ભાવોમાં વાધારો થતો આવ્યો છે. એક જાન્યુઆરીથી એમાં પ્રતિ લિટરે રૃા. ૨ નો વાધારો ઝીંકાતા મોંઘવારીમાં પીસાતા માનવીને વધુ એક માર પડયો છે. આમ કચ્છમાં અતિ વરસાદ પેટ્રોલ, ડીઝલના છાશવારે વાધતા ભાવ અને ડેરી ડેરી ઉદ્યોગના ભાવ વધારાના પગલે દૂધ વેંચતા ફેરિયાઓએ ઔપણ એક જાન્યુઆરીથી લિટરે રૃપિયા ૨થી ૩નો વધારો કર્યોકચ્છના મુખ્ય વ્યવસાય પશુપાલન છે અહીં માનવી કરતા પશુઓની સંખ્યા વધુ છે છતાંય દુાધના ભાવોએ અસમાનતા સર્જી છે.પુરવઠો વાધે તો માંગ ઘટે પરંતુ હાલે કચ્છના વિકાસના પગલે માથાદીઠ દુાધનું ઉત્પાદન પુરતું ન રહેતા ગ્રાહકોને દુાધની મોટી રકમ ચુકવવી પડે છે. એક સમયે પાણીની અછતવાળા આ મુલકમાં દુાધ અને છાશની નદીઓ વહેતી હતી ત્યારે વર્તમાન સમયમાં એમ કહેવાય છે કે જિલ્લામાં રાજ્યભરનું સાથે જિલ્લામાં દુાધના ભાવોનુ વિષચક્ર સર્જાયું છે. માલાધારીઓના પ્રદેશ ગણાતા જિલ્લામાં દુાધાળા પશુઓની સંખ્યાના પ્રમાણમાં પ્રવર્તમાન સમયમાં જનસંખ્યા વાધી સાથે ડેરી ઉદ્યોગનો પણ વિકાસ થતા શહેરોમાં તો ઠીક ગ્રામ્ય વિસ્તારોમાં પણ દુાધ મીલાવટ વગરનું કે પુરતા પ્રમાણમાં મળવુ મુશ્કેલ થઈ ગયું છે. જિલ્લાની દુર્ભાગ્યના ગણો કે જે ગણોએ પણ નિષ્ણાતોના મત મુજબ ખપ પુરતું ઉત્પાદનનો થાય છે પણ મોટાભાગનો જથૃથો જિલ્લાની બહાર જઈ ફેટ ઓછું થઈ પેશ્યુરાઈડ પ્રક્રીયા પાવડર ઉમેરીને લિટરની થેલીના પેક પાછળ તોતીંગ ભાવ વાધારીને પાછો આવે છે. દુાધના વાધતા ભાવ સાથે ગ્રાહકોની નારાજગી સામે માલાધારીઓ બચાવ કરતા કહે છે કે દરેક જગ્યાએ મોંઘવારી વાધી છે ભારે વરસાદમાં કપાસનો પાક ધોવાઈ જતા ખોળના ભાવ ઓછા વધુ થતા રહે છે. તો સારીજાતના ભુસાના ભાવમાં પણ દોઢાથી બે ગણો ભાવ વાધારો હાલમાં થવા પામતા તેમજ પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઉછાળાના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વાધતા ના છૂટકે રૃા.૨ જેવો નજીવો ભાવ વાધારો કરવામાં આવ્યો છે.
