પશ્ચિમ કચ્છના લખપત તાલુકાના ફુલરામા બસમાં થયેલી બોલાચાલીની મનદુખ રાખી બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું અમારા મારી માં બંને પક્ષોના લોકોને ઈજાઓ પહોંચી હતી પોલીસે સામસામી ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.નારાયણ સરોવર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે લખપત તાલુકાના ફુલરામા રહેતા શામજીભાઈ ભીમા ભાઈ બલિયા ઉંમર 28 ગામમાં ઊભા હતા ત્યારે જીતેન્દ્ર વાલજી બલિયા, દિનેશ વાલજી બલિયા અને વાલજીભાઈ ભારા બલીયા એ આવીને માતાના મઢ પાસે શું કામ ઝઘડો કર્યો હતો તેમ કહી લાકડી વડે તેમજ લોખંડના પાઈપથી હુમલો કરી શામજીભાઈ અને સાહેદ ઈજાઓ પહોંચાડી હતી. તો સામા પક્ષે જીતેન્દ્ર વાલજી બલિયા ફરિયાદ નોંધાવી છે કે બસમાં થયેલ બોલાચાલી મનદુખ રાખી આરોપી શામજી ભીમજી બલિયા પ્રેમજી રઘુ બલીયા શિવજી ભીમજી બળીયા રામજી લઘુ બલિયા ભીમજી દાના બલિયા રાજા આચર બલિયા મોહન રાજા બલિયા દેવજી ખજુરીયા બલિયા ધનજી દેવજી બલિયા એ ધારિયા કુહાડી લોખંડના પાઇપ સહિતના હથિયારો થી આવી ગાળો આપી હુમલો કરી લાકડીઓથી માર માર્યો હતો અને જીતેન્દ્ર બલિયા તેમજ સાહેદો ને ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર હોસ્પિટલ લઈ જવાયા હતા બંને પક્ષો નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
Sunday, January 5, 2020
New
કાઇમ
