રાપરના બીએસએનએલ ટેલીફોન એક્સચેન્જના કમ્પાઉન્ડમાંથી કોઇ અજાણ્યા ઈસમોએ 219 મીટર લાંબા કોપર કેબલની ચોરી કરી હતી. રાપર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ગત તા.01/01થી 02/01 દરમ્યાન રાપરના બીએસએનએલ ટેલીફોન એક્સેન્જના કમ્પાઉંડમાં જાળવણી માટે રાખેલા કોપર કેબલ વાયરોમાંથી 219 મીટર જેટલો જથ્થો કોઈ ચોર ઈસમો ઉઠાવી ગયા હતા. પોલીસે 54,400ના મુદામાલની તસ્કરીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. અહિ નોંધવુ રહ્યુ કે એક બાદ એક બનતા કેબલ ચોરીના બનાવો વાગડ પંથકમાં બંધ થવાનું નામ નથી રહ્યા.
Wednesday, January 8, 2020
New
કાઇમ
