વર્તમાન સમયમાં મહિલાઓ પર થતાં અત્યાચાર વધ્યા છે તેવામાં કેરાની HJD ઇન્સ્ટિટ્યુટ ખાતે ઓલ ઇન્ડિયા રેડિઓ દ્વારા મહિલાઓની સલામતી અંગે જાણકારી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તજજ્ઞ જયેશ રાવલ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અગ્રતા આપી મહિલાઓ કેવી રીતે પોતાની સુરક્ષા કરી શકે તેની માહિતી આપી હતી. કોલેજની ઇજનેરી, અી.એસી તથા સ્કુલ વિભાગની વિદ્યાર્થિનીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં. કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા રેડિઓના ભરત છતવાણી દ્વારા પંક્તિ રજૂ કરવામાં આવી હતી. ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજની 125 વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન સંસ્થાની વુમેન ડેવલોપમેન્ટ કમિટીએ કર્યું હતું.
