ભુજના ટ્રાફિકથી ધમધમતા છઠ્ઠી બારી જુના બસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જુના બસ સ્ટેન્ડ આઉટ ગેઇટ પાસે અાવેલી ગલીમાં બે દુકાનમાં ચોરીનો પ્રયાસ કરાયા હતો જેમાં 1 દુકાનનું તાળ તોડીને 14,120ની કિંમતના દસ નંગ મોબાઇલની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે. ભુજના સુરલભીટ રોડ તમન્ના બેકરી સામે મહેંદી કોલોનીમાં રહેતા અને જુના બસ સ્ટેશનના અાઉટ ગેઇટ બાજુની ગલ્લીમાં સાઇ ઇલેકટ્રોનિક્સ નામની મોબાઇલની દુકાન ચલાવતા પ્રવિણ દયારામ બ્રહ્મક્ષત્રિય (ઉ.વ.35)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ સોમવારની રાત્રીના દસ વાગ્યાથી મંગળવારના સવાર દરમિયાન બન્યો હતો. જુના બસ સ્ટેશન પર આવેલી તેમની મોબાઇલની દુકાનને તસ્કરોએ સોમવારની રાત્રીના નિશાન બનાવી હતી. મંગળવારે સવારે ફરિયાદી દુકાને આવતાં દુકાનના તાળા તૂટેલા દેખાયા હતા. દુકાનદારે દુકાનમાં તપાસ કરતાં તસ્કરોએ અંદર પ્રવેશીને દસ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 14,120નો મુદામાલ ચોરી કરી ગયા હતા. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.
Wednesday, January 8, 2020
New
કાઇમ
