શિણાય પાસે આવેલી આત્મીય વિધાપીઠમાં ધો. 11માં અભ્યાસ કરતા બે છાત્રો પોતાના દ્રિચક્રી વાહન પર શાળા પુર્ણ થતા પરત આવી રહ્યા હતા. ત્યારે વચ્ચે આવેલી ગાયના કારણે અચાનક બ્રેક મારતા તેમાંથી એક યુવાન ફંગોળાઈ ગયો હતો અને પાછળ આવી રહેલી તેજ શાળાની સ્કુલબસ નીચે આવી જતા મોત નિપજ્યું હતુ. મંગળવારના બપોરે 12:30 વાગ્યાના અરસામાં 17 વર્ષીય આર્નવ અનિલ શાહ અને તેના મિત્ર રોહિત પટેલ એક્ટીવામાં શાળામાંથી છુટતા ઘરે જવા માટે નિકળ્યા હતા. ત્યારે પાર્થ રેસીડેન્સીથી શિણાય જતા માર્ગે તેઓ પહોંચ્યા ત્યારે રસ્તામાં ગાય આવી જતા બ્રેક મારતા સવાર આર્નવ નિચે પટકાયો હતો અને તેના પર બસ જીજે 12 એક્સ 9875 આવી ચડતા, તેના પાછલુ વ્હિલ ચડી ગયું હતુ. જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા આર્નવનું મોત નિપજ્યું હતું. તો તે સાથે એક્ટીવામાં સવાર રહેલા રોહીતનો બચાવ થયો હતો. ઘટનામાં પરીવારના એકના એક પુત્રનો અણધારી વિદાયથી સબંધીતોમાં શોકની લાગણી પ્રસરી હતી તો તરુણ સહપાઠીઓમાં પણ આઘાત અને ગમગીની છવાઈ હતી. શૈક્ષણિક વ્યવસ્થાઓ સાથે સંકળાયેલા અને સંકુલના તમામ વાલીઓમાં પણ ચીંતાનું મોજુ ફરી વળ્યું હતુ. તપાસનીસ ડી.એસ. ડાભીએ જણાવ્યું હતુ કે હાલ પોલીસે ઘટનાની નોંધ લીધી છે, પરિસ્થીતીઓની ધ્યાનમાં રાખીને ફરિયાદની તજવીજ બુધવારે હાથ ધરવામાં આવશે.
Wednesday, January 8, 2020
New
કાઇમ
