માંડવીમાં ASI પર હુમલો કરનારા આરોપીને LCB દબોચીને પાસા તળે જેલમાં ધકેલ્યો હતો. 25 ડિસેમ્બરે રાત્રિના સમયે ASI યશવંતદાન ગઢવીની કોલર પકડીને તારી હેસિયત શું છે તેમ કહી હુમલો કરનારો ઇમરાન ઉર્ફે ઇમલો સાલેમામદ અોઢેજા મંગળવારના રાત્રે LCBના હાથે ઝડપાઇ જતાં તેના પર પાસાની કલમો લગાવીને જેલમાં ધકેલાયો હતો. અગાઉ આ બૂટલેગરની ત્રણ વાર હદપારી અને ૧વાર પાસા હેઠળ ધરપકડ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, ASI પર હુમલાના બનાવમાં ઇમલાનો ભાઇ નઝીર ઓઢેજા પણ સામેલ હતો.
Wednesday, January 8, 2020
New
કાઇમ
