રાપરમાં સામાન્ય લોકોના દબાણ પર લાલઆંખ, શ્રીમંતોને મોકળુ મેદાન? - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, January 9, 2020

રાપરમાં સામાન્ય લોકોના દબાણ પર લાલઆંખ, શ્રીમંતોને મોકળુ મેદાન?

રાપર તાલુકામાં અધિકારીઓ કે પદાધિકારીઓના ઉદાસીન વલણના કારણે દબાણકારો નો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતી પેદા થઈ રહિ છે. પહેલા માથાભારે અને અસામાજિક તત્વો દબાણ કરતાં હતા, જેમાં હવે શ્રીમંતો પણ જોડાતા રીતસરના તંત્ર પ્રત્યે સવાલો ઉભા થઈ રહ્યા છે. રાપર ગુરુકુળ બાયપાસ રિંગ રોડ પર એકતાનગરમાં ત્રણ દુકાનોનું કામ તીવ્ર ગતીથી ચાલી રહ્યું છે. પણ તંત્ર દ્વ્રારા કોઈજાતની કાર્યવાહી ન કરતા સવાલો ઉભા થઈ રહ્યા છે. સુત્રોના દાવા અનુસાર શહેરના પ્રતિષ્ઠીત વેપારી દ્વારાજ દબાણ ઉભુ કરવામાં આવી રહ્યું છે. નબળા લોકોના દબાણો રાતો રાત કાઢી નાખવામાં આવે છે અને કહેવાતા શ્રીમંતોના પર કાર્યવાહિ શા માટે નહિ? આ પ્રકારની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. પાલિકા કચેરીથી માત્ર ત્રણસો મીટર દૂર અને કચેરીની સામેજ દબાણ થઈ રહ્યું છે.

રિંગરોડની જમીન પાલિકામાં આવતી નથીઃ ચીફ ઓફિસર
રાપર પાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાને પૂછતાં તેમણે ગુરુકુળ રિંગ રોડની જમીન નગરપાલિકામાં નહી રાડા માં આવે છે. તેવુ કહ્યુ હતુ. રાડા કચેરીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે તે જમીન ગામતળમાં આવે છે અને રાપર સિટીમાં નગરપાલિકાની જવાબદારી આવે છે. અમારી પાસે પત્ર પણ છે કે ઉપર થી હુકમ કરેલો છે કે સિટી ની અંદર જમીન નગરપાલિકા ની આવે છે. તંત્રના આવા બેવડા વલણના કારણે હાલે રાપરમાં કરોડો ની જમીનો હડપ થઈ રહી છે અને દબાણ કારો નો રાફડો ફાટ્યો છે ત્યારે ખરેખર જવાબદારી કોની તેવા સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે.