નખત્રાણા તાલુકાના નેત્રા-લક્ષ્મીપરના સીમાડા તેમજ નરસંગા તળાવ પાસે એકા એક આગ લાગતા અફડાતફડી થઈ હતી. માલધારીઓની સમય સુચકતાથી 15 એકર જેટલા સીમાડાનું ઘાસ ભસ્મીભૂત થતાં બચી ગયું હતું. તાબડતોબ લોકોએ મહેનત કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વાયરમાં તણખા ઝરતાં આગ લાગી હોવાનું સ્થાનિક જીગર જોશી એ જણાવ્યું હતું.