રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામદેવરા ખાતેથી સગીરા કન્યાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જનાર આરોપી અબડાસાના વાયોર ખાતેના ભારાવાંઢમાંથી સગીરા સાથે ઝડપાઇ ગયો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે 7 ડીસેમ્બરના રાજસ્થાનના જેલમેર જિલ્લાના રામદેવરા ખાતેથી સગીરાનું લગ્નની લાલચે આરોપી નારાણરામ ડુંગરરામ ઓડ નામનો શખ્સ અપહરણ કરી લઈ ગયો હતો.જે બાબતે સગીરાના પિતાએ રામદેવરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીનું પગેરૂં કચ્છ સુધી પહોંચતા રામદેવરા પોલીસ સ્ટાફ કચ્છ પહોંચી આવ્યો હતો અને વાયોર પોલીસની મદદથી આરોપી અને સગીરાને વાયોરના ભારાવાંઢમાંથી ઝડપી પાડ્યા હતા.
Thursday, January 9, 2020
New
કાઇમ
