મુંબઇ નજીક મનોર હાઇવે પર મસ્તાન નાકા પાસે પેટ્રોલપમ્પ ધરાવતા કચ્છી વેપારી મનોજ ગડાએ મંગળવારે બપોરે તેના પેટ્રોલપમ્પની પાછળ આવેલા રેસ્ટ હાઉસમાં ગળે ફાંસો ખાઇ સુસાઈડ કરી લેતાં કચ્છી વિશા ઓસવાળ સમાજમાં ગમગીની વ્યાપી ગઇ છે. બોરીવલીના નિવાસેથી બુધવારે સવારે તેમની અંતિમવિધિ પાર પાડવામાં આવી હતી.મનોર પોલીસ સ્ટશેનના એપીઆઇએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, મનોર હાઇવે પર મસ્તાન નાકા પાસે પેટ્રોલપમ્પ ધરાવતા 55 વર્ષના મનોજ ગડા નિત્યક્રમ મુજબ પેટ્રોલપંપ પર બુધવારે બપોરે 1 વાગ્યે આવ્યો હતો. તેની કંપનીના મેનેજરને બોલાવીને કહ્યું કે મારો એક મિત્ર આવવાનો છે, તે આવે એટલે મને મેસેજ આપજે, ત્યાં સુધી મારી તબિયત સારી નથી, એટલે હું આરામ કરવા જાઉં છું, મને કોઇ ડિસ્ટર્બ કરશો નહીં. તેના અન્ય એક કર્મચારીને એક એન્વલપ આપ્યું હતું અને સૂચના આપી હતી કે મારા મિત્ર આવે તેને આ કવર આપી દેજે, પરંતુ સાંજ સુધી કોઇ તેને મળવા આવ્યું નહીં.દરમિયાન પેટ્રોલપમ્પના મેનેજરે કંઈક કામ સબબ મનોજભાઇને ફોન ર્ક્યાં પરંતુ તેણે ફોન ઊંચકયો નહીં. આથી તે પેટ્રોલપમ્પ પાછળ સ્ટાફ ક્વાર્ટર્સ પાસે તેની ઓફિસમાં સાંજે 5.30 વાગ્યે જોવા ગયો હતો. તેણે દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઇ જવાબ નહીં મળતાં દરવાજો ખોલીને જોયું તો રેસ્ટ રૂમના સ્લેબની છતમાં હૂક સાથે મનોજભાઇ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તુંરત પોલીસને જાણ કરાઇ હતી.
Thursday, January 9, 2020
New
બોરીવલીમાં રહેતા મનોજ ગડાએ તેની ઓફિસમાં ગળે ફાંસો ખાધો : 5 સુસાઈડ નોટ મળી આવી
દેશ-વિદેશ
