સગીરોને ભુજની કોર્ટમાં હવે મળશે ઘર જેવું વાતાવરણ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, January 9, 2020

સગીરોને ભુજની કોર્ટમાં હવે મળશે ઘર જેવું વાતાવરણ

સગીરોને ભુજની કોર્ટમાં જુબાની આપતી વખતે ગભરાહટ ન થાય અને ઘર જેવું સાનુકુળ વાતાવરણ મળી રહે તે માટે ભુજ કોર્ટમાં સંવેદનશીલ સાક્ષી જુબાની રૂમનું ઉદઘાટનનું હાઇકોર્ટના ન્યાયમૂર્તિના હસ્તે કરવામાં આવ્યું હતું.
સુપ્રિમ કોર્ટના તથા નામદાર ગુજરાત હાઇ કોર્ટના સુચના મુજબ સગીર વયના ભોગ બનાનર બાળકોને અદાલતમાં જુબાની આપતી વેળાએ ભયમુક્ત ચાઇલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ મળી રહે તે માટે અધતન સુવિધાઓથી સજ્જ સંવેદનશી સાક્ષી અદાલત ખંડ (વલ્નરેબલ વીટનેશ) બોક્ષ ભુજ ખાતે બનાવવામાં આવ્યું હતું. જેનું બુધવારે હાઇ કોર્ટના જજ સતીશ એચ વોરા હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાઇ કોર્ટના જજ એસ એચ વોરાએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ ડીસ્ટ્રીક કોર્ટમાં આ પ્રકારના રૂમો તૈયાર થવાના હોઇ હાલ રાજ્યની 72 અદાલતોમાં કામ પૂર્ણ થઇ ગયું છે. આઉદઘાટન પ્રસંગે જિલ્લાના મુખ્ય ન્યાયધિશ આઇ.ડી. પટેલ તેમજ સ્પેશીયલ પોક્સો અદાલતના ન્યાયધિશ પી.એસ. ગઢવી સાથે ભુજના તમામ ન્યાયધિશ તથા સરકારી વકીલો અને ભુજ બાર એસોસીએશન ધારાશાસ્ત્રીઓ તથા હોદેદાર સભ્યોએ કાર્યક્રમમાં હાજર રહયા હતા. કોર્ટના કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવા જહેમત ઉઠાવી હતી. તેવું જિલ્લા કાનૂની સેવા સતા મંડળની યાદીમાં જણાવાયું છે.