માંડવી તાલુકાના લાયજા ગામની સીમમાં એલસીબી બાતમીના આધારે બુધવારે રાત્રે જુગાર ક્લબ પર દરોડો પાડીને જુગાર રમી રહેલા ત્રણ મુખ્ય સુત્રધાર સહિત 11 ખેલીઓને 2,45,100ની રોકડ અને 24,500ના દસ મોબાઇલ 90 હજારની 8 બાઇકો સહિત 3,59,600ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બુધવારે રાત્રે લાયજા ગામની સીમમાં મોહન ગોવિંદ ગઢવી, કરશનભીમશી ગઢવી અને ભુજના મકુબુલ સામ સંચાલિત જુગાર ક્લબ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોહન ગોવિંદ ગઢવી (ઉ.વ.34), મકુબલ સુમરા (ઉ.વ.53), કરશન ભીમશી ગઢવી (ઉ.વ.40), ચંદુ રતન ગઢવી (ઉ.વ.31), અસમલ ઉર્ફૈ આસુ ખમુભાઇ મહેશ્વરી (ઉ.વ.46), સુલેમાન રમજુ સુમરા (ઉ.વ.38), હુસેન ગની ઘાંચી (ઉ.વ.35), સાલેમામદ ઇસ્માઇલ સુમરા (ઉ.વ.43), જશાભાઇ પુનશીભાઇ ચારણ (ઉ.વ.62), રામ ઉર્ફે રામજી કાનજી ગઢવી (ઉ.વ.27), અને હરિસિંહ કલ્યાણજી સોઢા (ઉ.વ.47) સહિત અગ્યાર ખેલીઓને પોલીસે રોકડ રૂપિયા 2,45,100 તેમજ 24,500ની કિંમતના 10 મોબાઈલ અને 90 હજારની આઠ બાઇકો મળીને 3,59,600નો મુદામાલ કબ્જે કર્યો હતો.
Thursday, January 9, 2020
New
કાઇમ
