ગોંડલના રામોદ રોડ પર ઘોઘાવદર પાસે ડીઝલ ભરેલ ટેન્કર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ટેન્કર ચાલકનું કરૂણમોત - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, January 23, 2020

ગોંડલના રામોદ રોડ પર ઘોઘાવદર પાસે ડીઝલ ભરેલ ટેન્કર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ટેન્કર ચાલકનું કરૂણમોત

ગોંડલ રામોદ રોડ પર અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઘોઘાવદર પાસે ડીઝલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં ટેન્કર ચાલકનું કમકમાટીભર્યુ મોત નીપજયું હતું, અકસ્માતના પગલે તાલુકા પોલીસ અને નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયું હતું.  આ અંગેની વિગત મુજબ ગોંડલથી આશરે પંદર કિલોમીટર દૂર અકિલા રામોદ ગામ પાસે GJ01 UU 9234 ડીઝલ ભરેલા ટેન્કર અને GJ03 DV 2619 ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કર રોડ પર પટકાયું હતું અને ડીઝલની રોડ પર રેલમછેલમ બોલી હતી. જોકે, સદનશીબે કોઈ સ્પાર્ક ન થતા મોટી અકીલા જાન હાની ટળી છે, ટેન્કરમાં ડિઝલ ભરેલું હોવાથી સ્પાર્ક થયું હોત તો, મોટી દુર્ઘટના ઘટી ગઈ હોત. આ અકસ્માતમા ટેન્કર ચાલક વિપુલ બાવકુભાઈ કોલા (ઉંમર વર્ષ 34)  (રહે દેસાઈ, ભાવનગર)નું મોત નિપજતા તેના મૃતદેહને ગોંડલ સરકારી દવાખાને પીએમ માટે ખસેડાયો હતો  , ડીઝલની રોડ પર રેલમછેલ બોલી હોય વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અકસ્માત સ્થળથી બંને સાઇડ વાહનોની કતારો જામી હતી. ઘટનાને પગલે તાલુકા પોલીસનો કાફલો તેમજ ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા