ભુજના યુવાનને પત્નીએ પુત્રો અને પ્રેમી સાથે મળી લમધાર્યો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, January 23, 2020

ભુજના યુવાનને પત્નીએ પુત્રો અને પ્રેમી સાથે મળી લમધાર્યો

ભુજ નજીક આવેલા ત્રાયા ગામે ૪૪ વર્ષીય યુવાન પતિએ પોતાને માર મારી અને બાઇક લૂંટી લેવાના કિસ્સામાં પત્ની, પોતાના બે પુત્રો તેમ જ પત્નીના પ્રેમી વિરુદ્ઘ ફરિયાદ લખાવી છે. ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે દાખલ થયેલા સત્ત્।ર ઓસમાણ માજોઠી એ પત્ની હમીદા, પોતાના બે પુત્રો નાસીર, આશિર અને પત્ની હમીદાના પ્રેમી અશરફ ઇસ્માઇલ માજોઠીએ એક સંપ કરી પોતાને માર મારીને રૂપિયા તથા બાઇક ઝુંટવી લીધા હોવાની હોસ્પિટલ ચોકીમાં ફરિયાદ લખાવી છે.