વન સંરક્ષકની સુચનાથી રાપર દક્ષિણ રેન્જના આરએફઓ અને તેની ટીમે રાપર તાલુકાની બાદરગઢ વનતંત્ર રખાલમાં ૨૫ હેક્ટરમાં ધામણ, કરંડ, હમાટા ઘાસનું વાવેતર કર્યું હતું. જે ઘાસ સુકાઈ ગયા બાદ પ્રેસ મશીન દ્વારા ઘાસની ગાંસડી બનાવીને ફતેહગઢ ખાતે આવેલા ઘાસ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવી રહ્યું છે. આ રખાલમાં અંદાજે ૩૦ હજાર કિલોથી વધુ પ્રમાણમાં ઘાસ થયું છે. આ વિસ્તારમાં આવેલી અન્ય રખાલમાં પણ ઘાસનું વાવેતર કરાયું છે જેમાંથી ૫૦ હજાર કિલો વજનનું ઘાસ ઉત્પાદન કરવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે વનપાલ જોશીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આવેલા ઘાસના જથૃથાને સંગ્રહ કરીને ફતેહગઢ ખાતે રાખવામાં આવશે. આ જથૃથો ઉનાળા દરમિયાન કે અછતની સિૃથતિ સર્જાય ત્યારે પશુઓ માટે તેમજ વન્ય પ્રાણીઓ માટે ઉપયોગી સાબિત થશે. આ રખાલમાં અન્ય વૃક્ષોનું જતન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં વનવિભાગ દ્વારા આવેલા રખાલમાં અને વન વિસ્તારમાં પ્રાણીઓ માટે આ ઘાસ ઉપયોગી થઈ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
Thursday, January 23, 2020
New
