પાનૃધ્રો ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી સરપંચના અધ્યક્ષસૃથાને યોજાઈ હતી. જેમાં ફોર્મ ભરનારા ભાવનાબેન વિશ્રામ સાથવારા અને સતુભા સોઢાના ફોર્મને માન્ય રાખી સદસ્યોના મત લેવાયા હતા. ૧૪ માંથી ૮ મત ભાવનાબેનને મળતા સરપંચ દ્વારા તેમને ઉપસરપંચ ઘોષિત કર્યા હતા. જોકે બીજા ઉમેદવાર સતુભાએ ચુંટણીની આ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે. હરીફ ઉમેદવારનું ફોર્મ નિયત સમય બાદ ભરાયું હોઈ તેને અમાન્ય ગણાવી પોતે ઉપસરપંચના દાવેદાર હોવાનું જણાવ્યું હતું. પંચાયતના સદસ્ય સોઢાએ આ બાબતે કલેકટરને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી જાહેરનામા મુજબ તેઓએ ૧૦ વાગ્યા સુાધીમાં ફોર્મ રજૂ કર્યું હતું. જ્યારે વિજયી ઉમેદવાર ભાવનાબેન એ ૧૧.૦૮ વાગ્યે ફોર્મ રજૂ કર્યું હતું. જે રદબતલ ગણાય છતાં પ્રમુખ અિધકારી અને સરપંચે પંચાયત અિધનિયમનો ઉલ્લંઘન કરી અમાન્ય ફોર્મવાળા ઉમેદવારને ઉપસરપંચ ઘોષિત કર્યા છે. ત્યારે તેઓ સામે પગલા લઈ હાઈકોર્ટમાં લડત કરવાની ચિમકી ઉચ્ચારાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે પંચાયતના ૧૪ સભ્યોમાંથી ૪ સભ્યો સતુભાના પક્ષમાં છે.
Thursday, January 23, 2020
New
