શિયાળામાં કાચા શાકભાજી અને સલાડ ખાવાથી આખું વરસ આરોગ્યપ્રદ રહી શકાય છે. પરંતુ શિયાળો બરાબરનો જામ્યો છે ત્યારે લીલા શાકભાજી સહિત ફ્રુટના ભાવ આસમાને ચડી ગયા છે. જેનાથી ગૃહિણિઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે. જે વસ્તુના સિઝનના ભાવ ગત વરસે હતા તે ચાલુ વરસે બમણા કે ત્રણ ગણા થઈ ગયા છે. સામાન્ય ૫ થી ૭ રૃપિયા મળતા શાકના આજે ૩૦ થી ૪૦ રૃપિયાને આંબી ગયા છે. આટલો ભાવ વાધારો કેમ થયો? તેના સવાલમાં ટ્રાન્સપોર્ટશન ખર્ચ સિવાય બીજો કોઈ જવાબ મળતો નાથી. જાણકાર સુત્રોના જણાવ્યા પ્રમાણે વચેટીયા પણ કારણભૂત છે. સ્વાદ શોખીનો અને હેલૃથ કોન્સીયસ લોકો માટે શિયાળાની સીઝન મજા આપનારી બની રહે છે. સામાન્ય રીતે કચ્છમાં આંગળીના વેઢે ગણાતા શાકભાજી મળી રહી છે. પરંતુ શિયાળાની સીઝનમાં ઢગલાના મોઢે શાકભાજી ઠલવાતા રહે છે અને તે પણ સસ્તા દામાથી. જેને લઈને રસોડાની રાણીઓ અવનવા ચટેકાદાર વ્યંજનો બનાવતી હોય છે. તો અવનવા સલાડ પણ તંદુરસ્તી જાળવતા હોય છે. જેમાં કોબી, ગાજર, ટમેટા, બીટ, કેપ્સીકમ અને ક્યાંક ફળોનો પણ સમાવેશ થતો હોય છે.
પરંતુ ચાલુ સીઝન દરમિયાન શાકભાજીના ભાવ જે રીતે આસમાને આંબે છે તેનાથી ગૃહિણીઓ પરેશાન છે. કારણ કે સ્વાદિષ્ટ ચટાકેદાર વ્યંજન માટે જોઈતા શાકભાજીના ભાવ આ સીઝનમાં બમણા કે ત્રણ ગણા થઈ ગયા છે. દરવર્ષે કેટલીક ફેંકી દેવાતી કોબીજ ગત સાલ ૫ થી ૮ રૃપિયા પ્રતિકિલો ભાવે વેચાતી તેના આ વરસે ૨૫ થી ૩૦ રૃપિયા થઈ ગયા છે. જ્યારે ડુંગળીએ તો પહેલાથી જ લોકોને રોવડાવી છે. જોકે ભાવ ઘટયા છતાં પણ ૫૦ થી ૬૦ રૃપિયા તો પ્રતિકિલાએ ચુકવવા જ પડે છે અને જો બેટેટાની વાત કરીએ તો બટેટા નવા રૃપિયા ૨૦ અને જુના રૃપીયા ૨૫ થી ૩૦ પ્રતિકિલોના છે.
ભૂતકાળમાં જે ઉપરીયાણામાં મળતા આદુના ભાવ એટલા વાધી ગયા છે કે હવે ના પુછો વાત! આદુ સાથે પીળી અને સફેદ હળદર ના પ્રતિકિલોએ ભાવ ૧૩૦ થી ૧૫૦ના ભાવે વેંચાણ થાય છે. વેપારીઓને ભાવ વાધારના કારણ વિશે પુછતા ટ્રાન્સપોટેશન ખર્ચની અસર જણાવે છે. જોકે આ વાત કંઈક અંશે ખરી છે. પરંતુ જે પ્રમાણે બજારમાં શાકભાજી ઠલવાઈ રહ્યા છે તે જોતા માત્ર ટ્રાન્સપોટેેશન ખર્ચાથી આવો ભાવ વાધારો શક્ય નાથી. શાકભાજીની જેવી રીતે હરાજી થાય છે અને ખેડૂતોને નજીવા દામ મળે છે. ત્યારે આ વાત માનવાનું કોઈ કારણ નાથી કે આમાં વચેટીયાની સિન્ડીકેટ કારણભૂત ન હોય. આજે મોંઘવારીમાં આમેય ગૃહિણિઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે શિયાળાની સીઝનમાં વ્યાજબી દામ જળવાઈ રહે તે વ્યવહાર શોધવો જરૃરી છે.
કાછીયાઓ પાસેના શાકભાજી તબક્કાવાર વેચાય છે
આખો દિવસ તડકામાં વેંચાણ થયા બાદ શાકભાજીના ભાવ સાંજ પડતા ઓછા થઈ જાય છે. એવા વખતે મધ્યમ વર્ગના લોકો ખરીદી કરતા હોય છે જોકે તેમાં વીણવાની મહેનત કરવી પડતી હોય છે, પણ શું થાય આ ક્રમ પૂર્ણ થયે ગરીબ વર્ગના લોકો ખરીદી કરવા આવે છે અને તેની ખરીદી બાદ બચ્યું કુચ્યું અમુક હોટલવાળા અથવા ઘરેથી ટીફીન સર્વિસ કરતા લોકો ઢગલાના ભાવે ખરીદી જાય છે. આમ કાછીયાઓએ તેમનો માલ ખરાબ ન થતા હોય નુકશાન પણ સહન કરવું પડતું નથી.
શા માટે શાકભાજીના ભાવ બમણા થઈ જાય છે?
જથ્થાબંધ અને છુટક ભાવ વચ્ચે તફાવત પુછતા જથ્થાબંધના ભાવે ખરીદેલા શાકભાજીના વિશે કાછીયાઓના કહેવા પ્રમાણે શાકભાજીના કેરેટનું દોઢ થી બે કિલો જેટલું વજન ઉપરાંત દોઢ - બે કિલો ખરાબો નીકળે છે. જેના કારણે ભાવ વધી જાય છે.
