જામનગર ગેસ સીલીન્ડર લીકેજ થતા મકાનમાં આગ ભભુકી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, January 23, 2020

જામનગર ગેસ સીલીન્ડર લીકેજ થતા મકાનમાં આગ ભભુકી



જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલ કે.પી.શાહની વાડીના ગાયત્રીનગર શેરી નં.૩માં આવેલા પ્રવિણસિંહ વાળાના રહેણાંક મકાનમાં અચાનક જ આજે સવારે આગ ભભુકી ઉઠી હતી અચાનક જ એલ.પી.જી.સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી અને આગના કારણે ધુમાડે ધુમાડા નિકળતા સ્થાનિક કોર્પોરેટર કિશન માડમ અને આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને તાબડતોબ ફાયર બ્રિગેડને જાણ કરતા આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવ્યો હતો.