ડીસીસી બેન્કમાં આચરાયેલાં ૧૬.૬૬ કરોડના કૌભાંડમાં ઝડપાયેલાં તમામ ૨૬ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં પાલારા જેલના હવાલે કરવામાં આવ્યા છે. પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન ખાસ કૌભાંડને સાંકળતા અસલ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. જો કે નાણા રિકવર થયા નાથી.
આ અંગેની વિગતો મુજબ,ગત ૧૭મી જાન્યુઆરીના સીઆઈડી ક્રાઈમે ખાસ ઓપરેશન હાથ ધરી વિવિાધ ૮ મંડળીના ૨૬ હોદ્દેદારોની રાતોરાત ધરપકડ કરી હતી બાદમાં પાંચ દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ આરભાઈ હતી. જેમાં આરોપીઓની કબૂલાતમાંથી મહત્વની કડીઓ પોલીસને મળી છે. પોલીસે કૌભાંડને સાંકળતા મોટાભાગના અસલી દસ્તાવેજો કબ્જે કર્યા છે, જો કે, નાણાં રીકવર થયાં નાથી. પાંચ દિવસના રીમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપીઓને ભુજ કોર્ટમાં રજૂ કરાયાં હતા. કોર્ટે તમામ આરોપીને જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.સીઆઇડી ક્રાઇમે આઠ ફરિયાદ દાખલ કરી હતી જે પૈકી અબડાસાના છછીની ભાવેશ સેવા સહકારી મંડળીના નામે લેવાયેલી ૪.૧૭ કરોડની લોનના કેસમાં જયંતી ઠક્કરનું નામ દર્શાવાયું હતું. બાકીની ૭ ફરિયાદમાં આરોપી તરીકે જેન્તીનું નામ નહોતું. જો કે, ક્રાઈમની પૂછપરછમાં મોટાભાગના આરોપીઓએ પોતે કૌભાંડાથી અજાણ હોવાનું અને જયંતી ઠક્કરના કહ્યા મુજબ સહીઓ કરી હોવાનું જણાવતાં બાકીની ફરિયાદોમાં મુખ્ય સૂત્રાધાર તરીકે જયંતી ઠક્કરનું નામ ફીટ થાય તેવી સંભાવનાઓ છે આગામી દિવસોમાં નવા ખુલાસા થવાની વકી સેવાઈ છે.
