કચ્છ જિલ્લાના હસ્તકલાના કારીગરો રાજકોટમાં 'કલાના કામણ' પાથરશે - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, January 24, 2020

કચ્છ જિલ્લાના હસ્તકલાના કારીગરો રાજકોટમાં 'કલાના કામણ' પાથરશે



સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ જિલ્લામાં થઈ રહી છે. જેના ભાગરૃપે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં તારીખ ૨૫થી ૩૧ સુાધી હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં, ૧૬૦થી વાધુ વિવિાધ હસ્તકલાના પ્રદર્શન યોજાશે. તાથા ૩૦ હસ્તકલા કારીગરીનું જીવંત નિદર્શન તેમજ હસ્તકલાનો ફેશન શો યોજાશે. સમગ્ર ગુજરાતની સમૃધૃધ હસ્તકલાની વિરાસતનું પ્રતિનિિધત્વ ગુજરાતમાં ખુણે ખુણેાથી આવેલા ૨૫૦ જેટલા કારીગરો કરશે. આ હસ્તકલા પર્વમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ૧૦થી વધુ કારીગરો, રાજય એવોર્ડ વિજેતા ૧૫થી વધુ કારીગરો અને લુપ્ત થતી જતી કલાના ૧૫થી વાધુ કલાકારો ઉપસિૃથત રહેશે. આ હસ્તકલા પર્વમાં કચ્છના હસ્તકળાના કારીગરો પણ પોતાની કલાના કામણ પાથરશે.
ગુજરાત પોતાની સમૃધૃધ હસ્તકલા માટે જાણીતુ છે જેવી કે પટોળા, બાંધણી, બાટીક, વણાટકામ, ચર્મકળા, વાંસકામ, કાષ્ઠકળા, રોગાનકળા, તાંગલીયા, ખાદી, માટીકામ, બામ્બુ વર્ક, મેટલવર્ક, હેન્ડ એમ્બ્રોઈડરી, કઠપુતળી વગેરે માટે સમગ્ર દેશ તાથા વિશ્વમાં જાણીતું છે. આ હસ્તકલાઓ વિવિાધ સમુદાયની સંસ્કૃતિની વિશેષ ઓળખ કરાવે છે. આ હસ્તકલા પર્વમાં કચ્છ સહિત રાજયના અન્ય જિલ્લાઓની વિવિાધ સંસૃથાઓ ભાગ લેશે. રાજકોટના હસ્તલા પર્વમાં કચ્છી કલાના કસબી પદ્મ અબ્દુલ ગફુર ખત્રી કે જેઓ હસ્તકલાના કારીગર છે જે માર્ગદર્શન આપશે. 
રોગાન એ કચ્છની વિશ્વ વિખ્યાત હસ્તકલાઓમાંથી એક છે. રોગાન એ કોઈ એમ્બ્રોઈડરી નાથી. રોગાન એક પ્રકારનું પેઈન્ટિંગ છે. જેમાં, તૈલીય રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. રોગાનની ખુબી એ છે કે કલાને કાપડ પર ઉતારતી વખતે કાપડ પર કોઈ ભાત નાથી પાડવામાં આવતી. સીધુ જ રંગોથી કામ કરવામાં આવે છે. કાપડ પર જે ડીઝાઈન ઉપસી આવે છે તે કલાકારની કલાસુઝ અને કલ્પનાશકિતનું પરિણામ છે. જેાથી, રોગાન ધીરજ અને ખંત માંગી લે છે. રોગાન કળાનો પહેલા ઉપયોગ વધુ માટે લગ્નના પોષાક બનાવવામાં થતો હતો  પરંતુ હવે તેનો વ્યાપ વધ્યો છે. રોગાન પેઈન્ટિંગમાં તેમને ભૌમિતિક આકૃતિઓ અનેક કુદરતી આકૃતિઓનો સમન્વય જોવા મળશે. કચ્છની ઓળખ અને ધરોહર સમાન આ આર્ટને નજીકાથી જાણવાનો મોકો રાજકોટવાસીઓને હસ્તકલા પર્વમાં મળશે.