કચ્છ યુનિવર્સિટીના ડીપાર્ટેમેન્ટ ઓફ આૃર્થ એન્વાયરમેન્ટ સાયન્સ તેમજ સહજીવન સંસૃથાના સંયુક્ત ઉપક્રમે કચ્છના માલાધારી સમુદાયો, તેમની જીવન શૈલી, સાંસ્કૃતિક વારસો તાથા તેમની પર્યાવરણ સાથેનો સંબંધ સમજવા અને આ સાથે સંલગ્ન તમામ વર્ગના લોકોને, સંશોધન વૈજ્ઞાનિકો અને શૈક્ષણિક તજજ્ઞાને પર્યાવરણના ફેરબદલમાં પણ ટકાઉ આયોજનમાં મદદરૃપ થશે એ માટે એક સર્ટીફિકેટ કોર્સ શરૃ કરવામા આવશે.
આ કોર્સનું નામ બન્નીના માલાધારી અને આગેવાન એવા સલીમ નોડે મામા તરીકે ઓળખાતા મુરબ્બી ઉપરાથી આપવામાં આવ્યુ.સલીમ મામાએ બન્નીના ભાગીયા તરીકે અને એક સૃથાનિક નિષ્ણાંત તરીકે ઓળખાતા હતા. એમને બન્નીના ઘાસ વિશે અહિંની પશુ ઓલાદો અને તેમના ઘરગથ્થુ ઉપચારમાં બહોળો અનભુવ હતો. આ કોર્સમાં શરૃઆતમાં બન્નીની પંચાયતો, ગામોના સૃથાનિક યુવાનોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને તેઓને ખાસ કરીને બન્નીના ઘાસીયા મેદાનો, પશુ ઓલાદો, સમુદાયો, અહિંની સંસ્કૃતિ વિશે વધુ ઉંડાણાથી અહીંના જ સૃથાનિક વડીલો અને નિષ્ણાંતો સાથે રહીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. જેાથી, આપણા બન્નીના યુવાનો માલાધારીયત અને ઘાસીયા જમીનોનો સંબંધ વધુ સંવેદનશીલતાથી સમજીને ભવિષ્યમાં એના સંરક્ષણ માવજતમાં પોતાનું યોગદાન આપી શકે અને માલાધારીયતને ટકાઉ બનાવી શકે.
આ કોર્સ સૃથાનિક યુવાનોને ધ્યાનમાં રાખીને વધુ ફીલ્ડ બેઝ માર્કસ આાધારિત ઘડવામાં આવ્યો છે. આ કોર્સમાં જુદા જુદા વિષયો જેવા કે પશુ ઓલાદો અને તેમના માલાધારીઓ, પશુઓના જુદા જુદા રોગો અને ઉપચારો, ઘાસીયા જમીનો અને કુદરતી સંશોધન જેમ કે જમીન, પાણી, જૈવિાધ વિવિાધતા વગેરે, માલાધારી સાથે સંકળાયેલા આિાર્થક પાસાઓ, સંસ્કૃતિ તાથા સ્કીલ બેઝ તાલીમમાં કોમ્પ્યુટર, ફોટોગ્રાફી, મેનેજમેન્ટ વગેરે.આ તમામ વિષયોને સૃથાનિક અને રાષ્ટ્રીય સ્તર ઉપરની સમજણ તે વિષયના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવશે.
