કાલોલમાંથી પુરૂષની અર્ધબળેલો મૃતદેહ મળ્યો, પ્રેમપ્રકરણમાં હત્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 18, 2020

કાલોલમાંથી પુરૂષની અર્ધબળેલો મૃતદેહ મળ્યો, પ્રેમપ્રકરણમાં હત્યા

 કાલોલ તાલુકાનાં અડાદરા ગામ નજીક આવેલી ગેંગડીયા ચોકડીથી અડાદરા જતા રૂટ પર રોડની સાઇડમાં એક અજાણ્યા વ્યક્તિની સળગેલી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસે આ મુદ્દે પ્રાથમિક તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ વડોદરાનાંવારસિયાના રહેવાસી રઘુનાથ માલવંકરનું હોવાનું સામે આવ્યું છે. હાલ આ મુદ્દે પોલીસે તપાસ આદરી છે. પ્રાથમિક તપાસમાં આ પુરૂષની લાશ જે રિક્ષામાં લાવવામાં આવ્યો હતો, તે રિક્ષા ડ્રાઇવરને લઇને ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ મૃતક યુવકનાં પરિવારને જાણ કરતા પોલીસ સહિતનો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પણ મૃતદેહની ઓળખ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, યુવકની હત્યા બાદ તમામ પુરાવાઓ નાશ કરવાનાં ઇરાદાથી મૃતદેહને કાલોલ ગેંગડિયા ચોકડી નજીક અડાદરા રોડની સાઇડમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ત્યારે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હત્યા પ્રેમપ્રકરણમાં થઇ હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે મૃતદેહની ઓળખ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.