મોરબીમાં તંત્રની બેદરકારીને કારણે પેપર ઉદ્યોગને પડે છે મોટી હાલાકી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 18, 2020

મોરબીમાં તંત્રની બેદરકારીને કારણે પેપર ઉદ્યોગને પડે છે મોટી હાલાકી

 શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા વર્ષોમાં અનેક પેપર મિલો બની અને પેપર ઉદ્યોગ અહીં વિકસ્યો છે. આ મિલોમાં તૈયાર થયેલ પેપર ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશનાં વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. જો કે વેસ્ટમાંથી બેસ્ટ પેપર બનાવવાની પ્રક્રિયા પછી જે પ્લાસ્ટિક વેસ્ટ દૈનિક ૧૦૦ ટન જેટલો નીકળે છે. આ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા માટે થઈને મોરબીમાં પેપર મીલ ઉદ્યોગ માટે આજદિન સુધી કોમન કલેકશનની જગ્યા ફાળવવામાં આવી નથી. જેથી કરીને મોરબી પેપર મિલ એસોસિએશન દ્વારા કોમન કલેકશનની જગ્યા આપવાની માંગ કરવામાં આવી રહી છે.શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા વર્ષોમાં અનેક પેપર મિલો બની અને પેપર ઉદ્યોગ અહીં વિકસ્યો છે. આ મિલોમાં તૈયાર થયેલ પેપર ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશનાં વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. જો કે વેસ્ટમાંથી બેસ્ટ પેપર બનાવવાની પ્રક્રિયા પછી જે પ્લાસ્ટિક વેસ્ટ દૈનિક ૧૦૦ ટન જેટલો નીકળે છે. આ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા માટે થઈને મોરબીમાં પેપર મીલ ઉદ્યોગ માટે આજદિન સુધી કોમન કલેકશનની જગ્યા ફાળવવામાં આવી નથી. જેથી કરીને મોરબી પેપર મિલ એસોસિએશન દ્વારા કોમન કલેકશનની જગ્યા આપવાની માંગ કરવામાં આવી રહી છે.સિરામિક ઉદ્યોગની સાથોસાથ મોરબીની આસપાસમાં પેપર મિલ ઉદ્યોગનો પણ છેલ્લા વર્ષોમાં ઘણો વિકાસ થયો છે. જો કે આ ઉદ્યોગ ૫૦ જેટલા કારખાનામાં રોજનું ૭૫૦૦ મેટ્રિક ટન ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેની સામે આ પિપરમીલ ઉધોગમાંથી દૈનિક ૧૦૦ ટન પ્લાસ્ટીક વેસ્ટ નીકળે છે. જેના નિકલા માટે મોરબીની આસપાસમાં કોઈ ડમ્પિંગ સાઈટ આપવામાં આવી નથી. જેથી કરીને ઘણી વખત બહારના ભાગમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા કરવામાં આવે છે. જેના કારણે આ પ્લાસ્ટીક આસપાસ ઉડી જવાથી માંડીને પોલ્યુશન સહિતની અનેક સમસ્યાઓ પેદા થાય છે. જેથી સરકાર પાસે કોમન કલેકશનની જગ્યા આપવાની માંગ કરવામાં આવી છે.મોરબીની પેપર મિલોમાં વાર્ષિક ૨૨ લાખ ટન પેપરનું ઉત્પાદન મોરબીમાં થાય છે. દેશમાં કોઇપણ જાતનો પેપર વેસ્ટ નીકળે છે તેને રીસાયકલ કરી તેનો પેકીંગમાં ઉપયોગમાં લેવાતા પેપર મોરબીમાં બનાવવામાં આવે છે. અત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી “સ્વચ્છ ભારત અભિયાન” ચાલવી રહ્યા છે ત્યારે વેસ્ટ પેપરમાંથી બેસ્ટ પેપર બનાવવામાં આવતા ભારતમાં કુલ પેપર ઉત્પાદનનો ૩૦ % પેપર ગુજરાતમાં બને છે. મોરબીમાં ભારતનાં પેપર ઉત્પાદનનો ૧૦ % હિસ્સો બનાવે છે. આ પ્લાસ્ટિક વેસ્ટ પોલ્યુશનનાં નિયમ અનુસાર સીમેન્ટ ઉધોગ સાથે MOU કરેલ છે અને સાંઘી સીમેન્ટ, અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટ્રેક સીમેન્ટ આ સીમેન્ટ ઉધોગમાં મોરબીથી પ્લાસ્ટિક વેસ્ટ મોકલાવવામાં આવે છે. જો કે, કોમન ફેસીલીટીની જગ્યા આપવામાં આવે તો ત્યાથી જ સીમેન્ટ ઉદ્યોગને પ્લાસ્ટિક વેસ્ટની સપ્લાય કરી શકાય તેમ છે.સમગ્ર ભારતના સૌથી મોટો પેપર ઉધોગ ઝોનમાં મોરબી આવે છે. જો કે, પેપર ઉત્પાદનમાં પેપર વેસ્ટ પલ્પર કર્યા પછી જે પેપર ઉપરનું પ્લાસ્ટીક હોય છે તે પ્લાસ્ટીક વેસ્ટ તરીકે નીકળે છે તેના નિકાલ માટેની કોઈ જગ્યા ઉદ્યોગકારોને આપવામાં આવી નથી. સિમેન્ટ ફેક્ટરી વાળા ઘણી વખત પ્લાસ્ટિક વેસ્ટ લેવામાં મોડું કરે તો ઉદ્યોગકારોને કારખાનામાં તૈયાર માલ અને રો-મટીરીયલ્સ રાખવામાં પણ મુશ્કેલી થાય છે. જેથી કરીને કોમન કલેકશનની જગ્યા આપવામાં આવે તો પેપર મિલના માલિકોને ઘણી રાહત મળે તેમ છે.