મોડાસાની યુવતીની હત્યા મામલે પરિવારને ન્યાય અપાવવા આજે ગાંધીનગરમાં દલિત મહા સંમેલન - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 18, 2020

મોડાસાની યુવતીની હત્યા મામલે પરિવારને ન્યાય અપાવવા આજે ગાંધીનગરમાં દલિત મહા સંમેલન

મોડાસામાં જાહેર માર્ગ પરથી યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરવાના બનાવમાં પરિવારજનોને ન્યાય અપાવવા ગાંધીનગર ખાતે શનિવારે વિવિધ સંસ્થાઓ દ્વારા દલિત મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા રાજ્યના મુખ્ય સચિવ પાસેથી એક્શન ટેકન રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે.આ ઘટનામાં તટસ્થ અને ન્યાયી તપાસ માટે સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મુખ્ય સચિવ અનિલ મુકીમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં એવી માગણી કરાઈ છે કે, તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. ફરજમાં બેદરકારી દાખવનારા એસપી મયૂર પાટીલ અને પીઆઈ એન.કે. રબારીની તાત્કાલિક અસરથી જિલ્લા બહાર બદલી કરવામાં આવે. આ બનાવમાં સાત દિવસમાં જો પગલાં નહીં લેવાય તો રાજ્યભરમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.