ભુજના દાદુપીર રોડ મમણ ચોકમાં જાહેરમાં વરલી મટકાના જુગારનો આક લઇ જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે છાપો મારીને એક શખ્સને 2,510ની રોકડ અને મોબાઇલ સાથે દબોચી લીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ભુજના દાદુપીર રોડ પરના મમણ ચોકમાં રહેતા રફીક જુણસ ઘાંચી (ઉ.વ.37) પોતાના ઘર પાસે જાહેરમાં વરલી મટકાના અએક ફેરનો જુગાર રમાડતા એલસીબીના સ્ટાફે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી સાહિત્ય તથા રોકડ રકમ 2,510 તથા 2 હજારનો મોબાઇલ અને કેલ્ક્યુલેર સહિત 4,560નો મુદામાલ કબજે કર્યો હતો.
Wednesday, January 8, 2020
New
કાઇમ
