માંડવી તાલુકાના કોડાય પુલ ચાર રસ્તા પાસે આવેલ રાષ્ટ્રીયકૃત વિજ્યા બેંકમાંથી ગોલ્ડ લોનના નામે બેન્કમાં ઠગાઈ કરવાના ચર્ચિત પ્રકરણમાં અંતે લાંબા સમય બાદ પોલીસે ફરિયાદ નોંધતા 1,61,60,000નું ખોટું સોનું બેંકમાં પધરાવીને 13 આરોપીઓ બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા હરકતમાં આવેલી પોલીસે ચાર આરોપીની અટક કરી કોર્ટમાં રજુ કરી ત્રણ આરોપીના 14 રિમાન્ડ મેળવ્યા હતા. જેમા 1 આરોપી શાંતિલાલ કુંવરજી હિરાણીએ અગાઉ બેન્કમાં નાણા ભરી દિધા હોવાથી કોર્ટે તેમના રિમાન્ડ ના મંજુર કર્યા હતા. આ કેસમાં નવું પ્રકરણ પ્રકાસમાં આવે તેવી શક્યતાઓ પોલીસ દર્શાવી રહી છે. વિજ્યા બેન્કના મેનેજર મયંકકુમાર સિલાવટે ગત 12 ડીસેમ્બરના માંડવી પોલીસમાં ફરિયાદ કર્યા બાદ અનેક વખત પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા બાદ પોલીસને એવિડન્સ પ્રાપ્ત થતાં વિધિવત સોમવારે આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. અને અજ દિવસે બેન્કના સોની સોનાની પરખ માટે રાખેલ પ્રથમ નંબરના આરોપી જોની રમણિકલાલ સોની, શાંતિલાલ કુંવરજી હિરાણી, મોતા દિપક નારણજી, રાજેશ નારણજી (બન્ને સગા ભાઈઓની)ની અટક કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતાં ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ ના 14 દિવસના રિમાન્ડ પોલીસને મળ્યા હતા.
Wednesday, January 8, 2020
New
કાઇમ
