નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે રહેતા કેતનપુરી પ્રવિણપુરી ગુસાઇ નામના યુવાનના મોત પાછળ તેની માતાએ જ શંકા પોલીસ સમક્ષ દર્શાવતાં મંગળવારે નખત્રાણા પોલીસ મામલતદાર અને મેડીકલ ઑફિસરની હાજરીમાં હતભાગી યુવકના મૃતદેહને સમાધીમાંથી બહાર કાઢી પી એમ માટે જામનગર મોકલવા તજવીજ હાથ ધરાઇ હતી. બે દિવસ પૂર્વે કેતનપુરીનું રાત્રે ભોજન બાદ તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાતાં મૃત્યુ થયું હતું. જે શંકા પ્રેરક જણાતા તેની માતા ભગવતીબહેને પોલીસ સમક્ષ દિકરાના મોત પાછળ શંકા વ્યક્ત કરી હતી. હતભાગી કેતનપુરી પોતે માતાથી અલગ રહેતો હતો. જેથી હતભાગીની માતાની શંકા પરથી નખત્રાણા પોલીસે મંગળવારે મૃતકની સમાધીએ પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનો તેમજ સરકારી હોસ્પિટલના મેડીકલ ઓફિસર સહિતનો સ્ટાફ સાથે મામલતદારની હાજરીમાં હતભાગી કેતનપુરીના મૃતદેહને સમાધીમાંથી બહાર આઢ્યો હતો. અને મૃતદેહને પીએમ માટે જામનગર લેબ માટે મોકલવા તજવીજ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કેતનપુરીનું મોત કયા કારણોસર થયું તે પાછળનું રહશ્ય પી એમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે યુવકના મૃત દેહ કાઢવા માટે નખત્રાણા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ ઝાલા, નાયબ મામલતદાર, મેડિકલ ઓફિસર ડોકટર રામભાઈ તેમજ હતભાગી યુવાનના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
Wednesday, January 8, 2020
New
કાઇમ
