કચ્છમાં અક બાજુ તીડના અક્રમણનો ભય તોળાઈ રહ્યો છે અને બીજી બાજું જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા ખેતી અધિકારીની ચેમ્બરને તાળા લાગેલા હતા. જિલ્લા પંચાયતમાં સોમવાર અને ગુરુવારે ચૂંટાયેલા સદસ્યો અને મુલાકાતીઅનો વિશેષ ધસારો રહેતો હોય છે. પરંતુ, જિલ્લા ખેતી અધિકારી વાય. અઈ. શિહોરા સોમવાર અને ગુરુવારે કાયમ ગેરહાજર જ રહે છે. મુલાકાતીઅ કાયમ ડેલીઅ હાથ દઈને ચાલ્યા જાય છે. જે બાબતે પદાધિકારીઅની પણ ફરિયાદ રહેતી હોય છે. પરંતુ વહીવટી અધિકારીઅો પદાધિકારીઅને ગણકારતા જ નથી.