અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર કુંભારડી ના સિદ્ધેશ્વર પાર્ક માં રહેતા પ્રતિકભાઇ રતનશીભાઈ ભાનુશાલી તેમના માતા અને તેમના બહેન ઘરે અત્યારે બે અજાણ્યા શખ્સોએ ઘરે આવીને અમે મુંબઈ થી રોયલ કંપની માંથી આવીએ છીએ અને વાસણ તેમજ ટાઇલ્સ અને આભૂષણો પાવડરથી ચમકાવી આપીએ છીએ તેમ કહીં પુરા પરિવારને વિશ્વાસમાં લઇ બંને શખ્સોએ પ્રથમ તાંબાની લોટી ચમકાવી આપી હતી ત્યારબાદ પ્રતિકભાઇ ની ચાંદી ની લકી ચમકાવી આપી હતી પરબત પ્રતિકભાઇ તેમના માતા સવિતાબેન અને તેમના બહેન શીતલ બહેને પોતાના આભૂષણો આપતા બંને શખ્સોએ લાલ પાણીમાં ઘરેણા નાખ્યા બાદ ૭૦ હજારની કિંમતની બંગડીઓ ૧૦ હજારની કિંમતની ડાયમંડ વીટી અને કાચબા ની ડિઝાઇન વાળી વીંટી સહિત ૯૦ હજારના આભૂષણ લઈને બંને સખ્શો નાસી ગયા હતા પ્રતિકભાઇ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
Tuesday, January 7, 2020
New
કાઇમ
