ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ભારત નગરમાં રહેતા સુષ્માબેન હરિહર દાસ ઉંમર વર્ષ ૨૦ મુંબઈમાં રહેતા અને મુળ ઓડિશાના એવા સુશાંત પ્રધાન સાથે પરિચયમાં આવ્યા હતા આરોપી સુશાંત એ સુષ્માબેન લગ્નની લાલચ આપીને અમેરિકા જવું છે તે માટે રૂપિયાની જરૂર છે તેમ કંઈ તબક્કાવાર બે લાખ રૂપિયા સુષ્માબેન અને તેમના પરિવારે સુશાંત પ્રધાનના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ આરોપી એ દાસ પરીવાર સાથે વાતચીત કરવાનું બંધ કર્યું હતું દરમિયાન તેમનો સંપર્ક સાધતા તેમણે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું બહાર આવ્યું હતું અને સુષ્માબેન ના રૂપિયા પરત ન આપ્યા હતા જેના પગલે દાસ પરિવાર એ પોલીસ નો સહારો લીધો હતો આ અંગે સુષ્માબેન દાસ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
Tuesday, January 7, 2020
New
મુંબઈના શખ્સે લગ્નની લાલચ આપી ગાંધીધામની યુવતી પાસેથી દોઢ લાખ લઈને ઠગાઈ કરી
કાઇમ
