પોલીસ મહાનિરીક્ષક શ્રી શુભાષ ત્રિવેદી સરહદી રેન્જ, પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા પશ્ચિમ કચ્છ ભુજ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલની સુચના અને માર્ગદર્શન મુજબ મુંદ્રા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.કે. પટેલ તેમજ સ્ટાફના માણસો 4/1/20 ના દાખલ થયેલ ગુન્હા સંદર્ભે પેટ્રોલિંગમાં હતા જે ગુન્હો અદાણી સોલાર પ્લાન્ટની અંદર કમ્પનીમાં કામ કરતા કર્મચારી વેર હાઉસમાં સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશ કરી તેમાંથી સિલ્વર પેસ્ટના ડબ્બા નંગ 31 કુલ 62 કિલો ગ્રામ જેટલું (ચાંદી) જેની કિંમત ૨૮,૭૩, ૯૫૬/- ચોરી ગયેલ હોઈ હાલમાં તે ગુન્હાના આરોપીઓને મુન્દ્રા પોલીસે પકડી પાડયા હતા. આ આરોપીઓમાં (1) ફરીદ મહેબૂબ જામ (2) ફિરોઝ આદમ નોડે (3) ફરીદ આદમ નોડે (4) મોસીન લતીફ જામ (5) અલ્તાફ આદમ સમેજાને પકડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પી.આઇ. પી. કે. પટેલ સાથે દેવરાજ ગઢવી, અશોક કનાદ, પ્રધુમનસિંહ ગોહિલ, જીગ્નેશ અંસારી, રાવજી બરાડીયા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ગોહિલ, અને જયદેવસિંહ ઝાલા સાથે રહ્યા હતા.
Saturday, January 11, 2020
New
અદાણી સોલર પ્લાન્ટ વેર હાઉસમાંથી ૨૮,૭૩, ૯૫૬/- ની થયેલ ચોરીનો ભેદ મુન્દ્રા પોલીસે ઉકેલી કાઢ્યો
કાઇમ
