દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં સોમવારે માવઠાની આગાહી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 11, 2020

દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં સોમવારે માવઠાની આગાહી

ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. કારણ કે, રાજસ્થાન પર સાક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. જેની અસર ગુજરાત વાતાવરણ પર જોવા મળશે. 13 જાન્યુઆરીના ગુજરાતના વાતાવરણ પલટો આવશે, ખાસ કરીને ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળ છાયુ વાતાવરણ રહશે. તો બનાસકાંઠા, દ્વારકા, જામનગર, કચ્છમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર વાતાવરમાં પલટો આવી રહ્યો છે, અને પવનની દિશા પણ બદલાય રહી છે. 24 કલાક પહેલા ઉતર પશ્ચિમના પવન ફુકાયા હતા જેના કારણે ઠંડીનુ જોર વધ્યુ હતુ પરંતુ ફરી ઉતરપૂર્વના પવનો ફુકાતા લઘુતમ તાપમાનમાં વધારો થયો પરંતુ ભારે પવનના કારણે ઠંડીનુ પ્રમાણ યથાવત રહ્યુ છે. આગામી બે દિવસ લઘુતમ તાપમાન વધશે અને ઠંડીમાં ઘટાડો થશે, અને ત્યાર બાદ વાતાવરણમા પલટો આવશે. સાથે કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસ પહેલા પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. પરંતુ વરસાદ થયો ન હતો. કારણ કે, સાક્લોનિક સરક્યુલેશન નબળુ પડવાના કારણે ગુજરાતના કોઈ વિસ્તારને અસર થઈ ન હતી. પરંતુ ફરી 13 જાન્યુઆરીના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાક્લોનિક સર્ક્યુલેશન પતંગ રસિયાઓનીની પણ મજા બગડી શકે. હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉતરાયણના દિવસે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, ત્યારે જોવાનું એ છે કે સાક્લોનિક સર્ક્યુલેશન કેવી અસર થશે.