શહેરમાં દારૂ –જુગારના અડ્ડા બધં કરાવવા ના પોલીસના અભિયાન વચ્ચે આર વલ્ર્ડ( ધરમ) સિનેમા પાસેની પાનની દુકાનમાં ક્રિકેટ તાવડે જુગાર રમતા બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ , રોકડ સહિતની મતા કબજે કરી આકરી પૂછપરછ કરતા વધુ બે શખ્સોના નામ ખુલતા પોલીસે વધુ બે શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે,
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયામાં રમાતી ૨૦–૨૦ મેચ ઉપર રાજકોટમાં પણ સટ્ટો રમાતો હોય સટોડિયાઓ ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી અહેમદ, ડીસીપી સૈની, ડીસીપી જાડેજા અને એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ,પ્રતાપસિંહ ઝાલા અને યોગેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે એએસઆઇ વિજયસિંહ ઝાલા, સમીરભાઈ શેખ, અમિતભાઇ અગ્રાવત, યોગીરાજસિંહ જાડેજા, ,સોકતખાન ખોરમ, હરદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફને સાથે રાખીને આરવલ્ર્ડ સિનેમા પાસે દિલીપ પાન નજીક દરોડો પાડો હતો
દરોડા દરમિયાન બે શખ્સો પોતાની પાસે રહેલ એન્ડ્રોઇડ ફોનમાં ઓસ્ટ્રેલિયામાં હોબરાજ અને બ્રિસ્બેન વચ્ચે રમાતી ૨૦–૨૦ મેચ ઉપર રનફેર, ભાવફેરના સોદા કરતા હોય તે બંનેને સકંજામાં લઇ નામઠામ પૂછતાં સિંધી કોલોનીમાં રહેતા અને પાનની દુકાનમાં નોકરી કરતો જવાહર ગોરધનદાસ મોટવાણી અને રેલનગર નાથદ્રારા સોસાયટીમાં રહેતા અને પાનની દુકાન ધરાવતા યુધિિર ઉર્ફે યોગેશભાઈ જેઠાનંદભાઈ ગિરગિલાણી હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી હતી
તપાસ કરતા યોગેશભાઈ રાજુભાઈ નામના મિત્ર પાસે હારજીતના સોદા કરતો હોવાનું અને જવાહરભાઇ તેના મિત્રએ આપેલ ભોલુભાઈ પાસે હારજીતના સોદા કરતો હોવાનું જાણવા મળતા બંનેની ધરપકડ કરી ૫૫૦૦ પિયાના બંને ફોન અને ચિઠ્ઠી કબ્જે લીધા હતા તેમજ રાજુ, ભોલુ અને મોબાઈલ નંબર જે આપ્યો છે તે ગુ નામની એપ્લિકેશન આપનાર સટોડિયા સુધી પહોંચવા પોલીસે દોડધામ શ કરી છે
